મોરબી અને હળવદમાં જુગારની ચાર રેડ : આઠ શખ્સો જુગાર રમતા પકડાયા
મોરબીના સનાળા રોડે ભક્તિનગરના મકાનમાં જુગારની રેડ : ૨.૪૫ લાખની રોકડ સાથે ત્રણ પકડાયા, ત્રણ મહિલા સહિત ચાર ફરાર
SHARE
મોરબીના સનાળા રોડે ભક્તિનગરના મકાનમાં જુગારની રેડ : ૨.૪૫ લાખની રોકડ સાથે ત્રણ પકડાયા, ત્રણ મહિલા સહિત ચાર ફરાર
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર શેરી નં.૧ માં આવેલા રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને ત્રણ મહિલા સહિત ચાર જુગારી નાશી ગયા હતા જેથી પોલીસે ત્રણ આરોપીને પકડીને ૨.૪૫ લાખની રોકડ કબજે કરીને નાશી ગયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં આવેલ ભક્તિનગર શેરી નં.૧ માં આરોપી ચેતનભાઈ પ્રેમજીભાઈ પુજારા જાતે લોહાણા (ઉ.૩૮)ના કબ્જા ભોગવટા વાળા મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગયેલ હતી અને કેટલાક જુગારીઓ નાશી ગયા છે હાલમાં પોલીસે ઘરધણી ચેતનભાઈ પ્રેમજીભાઈ પુજારા જાતે લોહાણા (ઉ.૩૮), મયુરભાઈ અને શૈલેષભાઈ જુગાર રમતા મળી આવ્યા હતા જો કે, મેરૂબેન કુરબાનભાઈ સુરાણી, ચાંદનીબેન ચેતનભાઈ પુજારા, વીણાબેન જયંતીલાલ પટેલ અને મીતલબેન યોગેશભાઈ ગોપાણી પોલીસને જોઈને નાશી ગયા હતા જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં જે આરોપી પાસેથી પોલીસે રોકડા ૨,૪૫,૧૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
લીંબડી નજીકના ભોજપર ગામનો રહેવાસી પ્રવીણ નારણભાઈ બગોદીયા નામનો ૨૪ વર્ષીય યુવાન બાઈકમાં પાણશીણા ગામ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા પ્રવીણભાઈને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠા ત્રાજપર ચોકડી પાસે થયેલ બાઈક અકસ્માતના બનાવમાં ઈજા પામેલ ભીમજીભાઇ કાનજીભાઈ પરમાર (૩૯) રહે.પંચાસર રોડ મલાની વાડી જ્ઞાનદીપ વિદ્યાલય પાછળ વાળાને ઇજાઓ પહોંચી હોય તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબીના જેતપર રોડ ઉપર સિસમ સિરામીક પાસે કાર અને રિક્ષાની વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં મોરબી વીસીપરામાં કુલીનગર પાસેના મફતપરામાં રહેતા પર્વેઝ અનવર જામ નામના ૨૯ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના જેલ રોડ જેકે હોટલ નજીક રહેતા જીતેન્દ્ર ગૌતમરામ ચૌધરી નામના ૨૨ વર્ષીય યુવાનને લાલપર પાસે આવેલ ઓનેસ્ટ હોટલ પાસે મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના ઘૂંટુ ગામે રહેતા વિજય બનેસંગ ચાવડા નામના ૨૩ વર્ષીય યુવાને ઉંચી માંડલ ગામ પાસે એન્ટીક ટેક્સટાઇલ્સ નામના કારખાના નજીક દવા પી લેતાં તેને સારવાર માટે ખસેડાયો હતો અને તાલુકા પોલીસને જાણ થતા બીટ વિસ્તારના જમાદાર જે.પી.વસીયાણીએ તપાસ હાથ ધરી છે.