મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૬ ના રોજ યોજાશે
મોરબીના જેપુર ગામે પ્રા.શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
SHARE









મોરબીના જેપુર ગામે પ્રા.શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
મોરબી તાલુકાના જેપુર ગામે શ્રી જેપુર પ્રાથમિક શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.મોરબી તાલુકાના શ્રી જેપુર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં શાળાની વિદ્યાર્થીઓનીઓએ રાસ-ગરબા રમીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.તેમાં ધો.૮ ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિશેષમાં ધો.૮ ના વિદ્યાર્થીઓએ શાળાને દિવાલ ઘડિયાળ ભેટ અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ કોન આપવામાં આવ્યા હતા. તદુપરાંત મધ્યાહન ભોજનના નેજા હેઠળ સંજયભાઈ મકવાણા દ્વારા બધા વિદ્યાર્થીઓને પુરી શાકનું ભોજન જમાડવામાં આવ્યુ હતુ.વિદાય સમારોહનું આયોજન જેપુર પ્રાથમિક શાળાના આચાર્ય સુભાષભાઈ વી.ખાંભરા અને શાળાના સમગ્ર સ્ટાફ રેશુબેન એચ.માકાસણા, રોહિતભાઇ સંઘાણી, સતીષભાઇ ગોસાઇ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું.
