મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો વાંકાનેરના જીનપરામાં એક સાથે 7 મકાનમાં તસ્કરોના ધામા: પોલીસ દોડતી મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE













મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો

વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કાળ દરમ્યાન સૌથી વધુ વર્ષો પ્રાથમિક શાળાઓમાં વિતાવે છે.વિદ્યાર્થીઓ જીવનના પાઠ શીખવાની શરૂઆત પ્રાથમિક શાળાથી કરે છે તેથી વિદ્યાર્થીઓના જીવનમાં પ્રાથમિક શાળા,પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકની છાપ અમીટ રહે છે.વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાને આજીવન ભૂલી શકતા નથી વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળા પ્રત્યે લગાવ પણ ખુબજ હોય છે જે અન્વયે માધાપરવાડી કન્યા શાળાની સ્ટાફ દ્વારા ધો.૮ ની ૫૧ વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.વિદાય સમારંભને યાદગાર બનાવવા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં બાળાઓએ અભિનયના ઓજસ પાથરી આઠ વર્ષ સુધી મેળવેલ શિક્ષણના સંભારણા રજૂ કર્યા હતા.વિદાય પામનાર ધોરણ ૮ ની વિદ્યાર્થીનીઓને શાળાના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ  બાળાઓ માટે રસ પુરીના ભાવતા ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું.કન્યા શાળાના આચાર્ય  દિનેશભાઈ વડસોલાએ તથા ડી.ડી.બાવરવા તેમજ  શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીનીઓ ભણી-ગણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.વિદ્યાર્થીનીઓએ પણ પોતાની યાદી શાળામાં જળવાઈ રહે એ માટે પંખો અર્પણ કરી ઋણ સ્વીકાર કર્યોં હતો.








Latest News