મોરબીના માધાપરા મેઇન રોડ ઉપર માત્ર એક જ માહિનામાં ભ્રષ્ટાચારના ગાબડાં પડ્યા !
SHARE









મોરબીના માધાપરા મેઇન રોડ ઉપર માત્ર એક જ માહિનામાં ભ્રષ્ટાચારના ગાબડાં પડ્યા !
મોરબીના માધાપરા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી મેઇન રોડ ભાંગેલા-તૂટેલા હતો જેથી કરીને લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા હતા અને સ્થાનિક આગેવાનો દ્વારા પાલિકામાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે માંડ માંડ સી.સી. રોડ બનાવવામાં આવેલ છે દરમ્યાન એક મહિના જેટલા સમયની અંદર જ આ રોડ ઉપર ઠેક ઠેકાણે ગાબડા નીકળવા માંડ્યા છે જેથી કરીને રોડ ફરી પાછો ઉબડ ખાબડ થઈ જાય તેવી શ્ક્યતા છે જેથી કરીને આ વિસ્તારના સ્થાનિક પાલિકાના સદસ્ય ભગવાનજીભાઈ કંજારીયા દ્વારા હાલમાં મોરબી પાલિકામાં નવા બનેલા રોડની અંદર પડેલા ગાબડા મુદ્દે યોગ્ય કરવાની રજૂઆત કરવામાં આવે છે અને આગામી દિવસોમાં આ વિસ્તારના અન્ય આગેવાનો દ્વારા પણ લેખિત રજૂઆત પાલિકામાં કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકામાં સત્તા ઉપર હાલમાં ભાજપ છે અને પાલિકાના બાવાને બાવન સભ્યો ભાજપના છે તેમ છતાં પણ આવી નબળી ગુણવત્તાના કામ શા માટે પાલિકા દ્વારા ચલાવી લેવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે
