ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ


SHARE

















મોરબીના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી તાલુકાના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મંદિરમાં મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ છેલ્લા દિવસ દરમ્યાન યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવશે તેમજ રાત્રિના સમયે આરએસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સંતો-મહંતો, આગેવાનો સહિતના લોકો હાજરી આપશે

મોરબી તાલુકાના રાપર તથા સુલતાનપુર ગામે રહેતા દસાડિયા પરિવાર દ્વારા રાપર ગામે ત્રિદિવસીય મંદિરમાં મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં કાર્યક્રમોની વણઝાર પણ રાખવામાં આવે છે ત્યારે માતાજી જગદંબા, ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજની મૂર્તિની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે મોરબી નાની વાવડી ગામે આવેલ કબીરધામના મહંત શિવરામદાસજી હાજર રહેશે, તા. ૮ ના રોજ લજાઇના મહંત રંજનરામ માતાજી અને સાથે મહંત મુન્નાબાપુ (સુસવાવ) પણ હાજરી આપશે તેવું જાણવા મળેલ છે વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૬ ની રાત્રે રાપર અને સુલતાનપુર ગામનું મંડળ રાસ-ગરબાની રમઝટ બોલાવશે તા ૭ના રોજ રાત્રીના સમયે રાસ ગરબામાં સંગીતાબેન મકવાણા અને કૈલાસ પૂરી જમાવટ કરશે તો તા.૮ ના રોજ રાતે ૯ વાગ્યે હરખના માંડવાનું આયોજન કર્યું છે જેમાં ડાકના કલાકાર નારણભાઈ રાવલ (સુરેન્દ્રનગર) હાજર રહેવાના છે આ કાર્યક્રમની અંદર હાજર રહેવા માટે દસાડીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News