મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના ડો.ભાડેસીયા સહીતના ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની વર્ચ્યુઅલ જોડાયા


SHARE









 

મોરબીના ડો.ભાડેસીયા સહીતના ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની વર્ચ્યુઅલ જોડાયા

ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયન ડાયસ્પોરા (FOID) ના સ્થાપક ડૉ.ઇ.ગૌતમ સાગરના નેતૃત્વ હેઠળ FOID, કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા હેમ્બર્ગ અને જર્મનીથી મરાઠી મિત્ર મંડળ હેમ્બર્ગના સંયુક્ત ઉપક્રમે ૧ લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબીના ડો.ભાડેસીયા સહીતના અનેક લોકો વર્ચ્યુઅલ જોડાયા હતા

વિશ્વના અનેક દેશોમાંથી પસાર થતા માઈગ્રન્ટ્સ અને મરાઠીઓએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર ભાગ લઈને એકબીજાને ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસના અભિનંદન પાઠવ્યા હતા. ડૉ.ઇ.ગૌતમ સાગરે જણાવ્યું હતું કે ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયન ડાયસ્પોરા (FOID) નો ઉદ્દેશ્ય ભારતીય ડાયસ્પોરામાં રસ ધરાવતા વિશ્વભરના પ્રતિભાશાળી લોકોને જોડવાનો છે.આ પ્રસંગે તેમણે મહાત્મા ગાંધી અને છત્રપતિ શિવાજીને યાદ કર્યા હતા અને ભારતના નિર્માણમાં ગુજરાત અને મહારાષ્ટ્રના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.

આ કાર્યક્રમ પ્રસંગે મુખ્ય મહેમાન આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિ ભાડેસિયા(મોરબી)એ ગુજરાતની સ્થાપના ઉપર વાત કરતાં ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતાનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતના ગૌરવવંતા ઈતિહાસનું વર્ણન કરતાં વિવિધ મહાનુભાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણેએ પણ જણાવ્યું હતુ કે કેવી રીતે ગુજરાતના મહાત્મા ગાંધીજીએ અને સરદાર વલ્લ્ભભાઇ પટેલે સ્વતંત્ર ભારતની મજબૂત સ્થાપના કરી હતી તેમણે ધીરૂભાઈ અંબાણીના યોગદાનને પણ ઉજાગર કર્યું હતુ. તો સહ-કન્વીનર વૈભવ પંડ્યાએ સમજાવ્યું હતુ કે આ પ્રકારના કાર્યક્રમો કેવી રીતે વિદેશી ભારતીય બાળકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું કામ કરે છે. આ પ્રસંગે બાળકો અને મોટાઓએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં દુર્વા દવે, ચૌહાણ સમીર, અંતાણી પૂજા, પાંધી ભારતમાંથી જોડાયા હતા. જ્યારે અમેરિકાથી મેહુલ છાયા, સેજલ માંકડ વૈદ્ય, ભારત સંગીત, મુકુર માંકડ અને ધવલ પરીખે ભાગ લીધો હતો. જ્યારે સહ-સંયોજક અમિત મૈરલ, મૈત્રી મૈરાલ, રશ્મિ ગાવંડે, ઓમકાર ભાગવત, અવની મંત્રી, અનુષ્કા નાઈક, અન્વેયા હાંડે, અદ્વિકા હાંડેએ જર્મનીથી ભાગ લીધો હતો. નાયરા માલવે પણ તેમાં જોડાયા હતા.આ કાર્યક્રમના સહઆયોજક મૂળ મોરબીના અને હાલ જર્મની રહેતા વૈભવ પંડયા હતા






Latest News