મોરબીના ડો.ભાડેસીયા સહીતના ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની વર્ચ્યુઅલ જોડાયા
મોરબીમાં પ્રેમ સંબંધની યુવતીના ઘરે જાણ થઈ જતાં યુવાનની હત્યા કરનાર યુવતીના બે મામાની ધરપકડ: માતાની શોધખોળ
SHARE
મોરબીમાં પ્રેમ સંબંધની યુવતીના ઘરે જાણ થઈ જતાં યુવાનની હત્યા કરનાર યુવતીના બે મામાની ધરપકડ: માતાની શોધખોળ
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાનને તેના જ વિસ્તારમાં રહેતી અકે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ યુવતીના ઘરે થઇ જતાં યુવતીની માતા અને તેના બે મામાએ મળીને યુવાનનું અપહરણ કર્યું હતું અને તેને વાડીએ લઈ જઈને માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો જો કે, સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું છે. જેથી હત્યાના આ બનાવમાં મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મહિલા સહિત ત્રણની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે યુવાને માર મરનારા યુવતીના બે મામાની ધરપકડ કરેલ છે અને યુવતીની માતાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતા ગીતાબેન ભરતભાઇ કુબાવત જાતે બાવાજી (ઉ.૪૫)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ધર્મેશભાઇ બાલુભાઇ વિડજા, પરેશભાઇ બાલુભાઇ વિડજા તથા મીનાબેન બાલુભાઇ વિડજા રહે. ત્રણેય મહેન્દ્રનગર વાળાની સામે તેના દીકરા મીતેશ ભરતભાઈ કુબાવત (ઉ.૨૧) ની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેના દીકરા મિતેશભાઇ ભરતભાઇ કુબાવતને આરોપી મીનાબેનની દિકરી હેત્વી સાથે પ્રેમસંબધ હતો તે પ્રેમ સંબધની જાણ થઇ ગઈ હતી જેથી કરીને આરોપી પરેશભાઇએ મિતેશના બુલેટમાં તેનું બાઇક અથડાવ્યું હતું અને બાદમાં ધર્મેશભાઇએ પાછળથી સફેદ કલરની આઇ-૧૦ ફોરવ્હીલર ગાડીમાં આવીને લાકડાના પાવડાના હાથાના ધોકા વડે માર માર્યો હતો અને ત્યાર બાદ પરેશભાઇ તથા ધર્મેશભાઇએ મિતેશનું તેની કારમાં અપહરણ કર્યું હતું અને સી.એન.જી. ગેસના પંપ પાછળ વાડી વિસ્તારમા તેને લઇ જઇને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો અને મીનાબેને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલા મીતેશનું સારવાર દરમ્યાન મૃતાયુ નીપજયું હતું હાલમાં પોલીસે મૃતકની માતાની ફરિયાદ લઈને આઇ.પી.સી. કલમ ૨૩, ૩૨૫, ૩૬૫, ૩૦૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને હત્યાના આ ગુનામાં પોલીસે મૃતક યુવાનને જે યુવતી સાથે પ્રેમ હતો તેના બે મામા ધર્મેશભાઇ બાલુભાઇ વિડજા (૪૨) અને પરેશભાઇ બાલુભાઇ વિડજા (૩૬) ની ધરપકડ કરલે છે અને યુવતીની માતાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.