મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો
વાંકાનેરના રાતીદેવડી ગામે રસોઈ બાબતે પતિ સાથે બોલાચાલી બાદ પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત
SHARE
વાંકાનેરના રાતીદેવડી ગામે રસોઈ બાબતે પતિ સાથે બોલાચાલી બાદ પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત
વાંકાનેરના રાતીદેવડી ગામે વાડીમાં રહીને ત્યાં મજૂરી કામ કરતી મહિલાને રસોઈ બાબતે પતિ સાથે બોલાચાલી થયા બાદ તેને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી ત્યાં રાજકોટ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવી વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ગામે આવેલ વલીભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા બાબુભાઈ સીગાડાના પત્ની રેખાબેન (ઉંમર ૨૫) એ ગઈકાલે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રસોઈ બનાવવા બાબતે પતિ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ લાગી આવતા આ મહિલાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
હાર્ટ એટેક
ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા ભુપેન્દ્રભાઈ રતિભાઈ કુબાવત જાતે બાવાજી (ઉંમર ૪૮)ને તેઓના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા તેઓનુ મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેની લાશને પી.એમ. માટે પડધરી હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે