મોરબીમાં યુવાને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોર પિતા-પુત્ર દ્વારા પઠાણી ઉઘરાણી !
મોરબીમાં ૫.૬૧ લાખથી વધુની છેતરપિંડી કરનાર મહિલા સહિત બે ઝડપાયા
SHARE









મોરબીમાં ૫.૬૧ લાખથી વધુની છેતરપિંડી કરનાર મહિલા સહિત બે ઝડપાયા
મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં સર્કિટ હાઉસની પાછળના ભાગમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા યુવાનના પિતાને જુદીજુદી સ્કીમમાં રૂપિયા રોકવા માટે લાલચવીને દિલ્હીમાં રહેતી મહિલા સહિત બે શખ્સ દ્વારા છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી યુવાને ૫,૬૧,૯૪૯ ની છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલા સહિતના બે આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટથી પાછળના ભાગમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા અને મંડપ સર્વિસનું કામ કરતાં વિશાલભાઈ નાનજીભાઈ મકવાણા (૪૧) એ દિલ્હીની મધુ શર્મા અને મહમદ અરશદ નામના બે વ્યકતીની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે ૧/૧/૨૦૨૧ થી લઈને ૨૬/૪/૨૦૨૧ દરમિયાન આરોપીઓએ તેના પિતા હયાત હતા ત્યારે તેઓની સાથે ફોન ઉપર વાત કરીને જુદી જુદી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને તેની સાથે વિશ્વાસ કેળવીને તેના પિતા પાસેથી ૫,૬૧,૯૪૯ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા જે રૂપિયા પરત નહીં આપીને ફરિયાદી તથા તેના મૃત પિતાની સાથે બન્નેએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે મધુબેન મહેશભાઇ શર્મા (૪૧) રહે, બાલાજી એંકલેવ ગણપતિ સોસાયટી ગ્રેટર નોઇડા બિસરત ગાજિયાબાદ યુપી મૂળ રહે. કબીર નગર સહદરા દિલ્હી અને મહોમ્મદઅરશદરજા જમીનદાર ખાન રહે, ન્યુ અશોક નગર વસુંધરા એંકલેવ નવી દિલ્હી મૂળ ધરમાઇ દેવરિયા અલાવલ તાલુકો ઇટાવા જિલ્લો ગૌંડા યુપી વાળાની ધરપકડ કરેલ છે
