વાંકાનેરમાં ઓનલાઈન વેપાર કરતી પરિણીતાને ઓનલાઈન ગ્રાહકના બદલે રોમિયો ભટકાયો !
મોરબીમાં યુવાને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોર પિતા-પુત્ર દ્વારા પઠાણી ઉઘરાણી !
SHARE









મોરબીમાં યુવાને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોર પિતા-પુત્ર દ્વારા પઠાણી ઉઘરાણી !
મોરબી રવાપર ધુનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સીમાં રહેતા યુવાને ઊચા વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજ ચૂકવી આપ્યું હતું તો પણ વ્યાજખોર પિતા પુત્ર દ્વારા વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જમના એપાર્ટમેન્ટ નીચે બોલાવીને તેનું એ.ટી.એમ. કઢાવી લઇને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભાઓગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ટવીન ટાવર બી-વીંગ બ્લોકનં.૭૦૧ માં રહેતા વિશાલભાઇ નરેન્દ્રભાઇ ગાંધી જાતે જૈન વાણીયા (ઉ.૩૭)એ નિરવભાઇ અશોકભાઇ ગંદા અને અશોકભાઇ ગંદા રહે. બંને રવાપર ઘુનડા રવાપર રેસીડન્સી જમના એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૧૦૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતા જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી આપેલ હોવા છતા પણ આરોપીઓએ તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરી હતી અને સતામણી કરી ફરીયાદીનુ બળજબરીથી આરોપી નિરવભાઇ અશોકભાઇ ગંદાએ એ.ટી.એમ. કઢાવી લઇ બંને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી યુવાને નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
