મોરબીમાં ૫.૬૧ લાખથી વધુની છેતરપિંડી કરનાર મહિલા સહિત બે ઝડપાયા
મોરબીના લખધિરપુર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ
SHARE









મોરબીના લખધિરપુર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ
મોરબીના લખધિરપુર રોડ ઉપરથી ડમ્પર લઇને પસાર થયેલા યુવાનનું ડમ્પર પલટી મારી રહ્યું હતું જેથી યુવાન ડમ્પરમાંથી નીચે ઉતારીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બીજા ટ્રક ચાલકે તેને હડફેટે લેતા તેના ટાયર નીચે ચગડાઈ જતાં યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા દિલીપસિંહ ઉર્ફે દિલુભા પથુભા ઝાલા જાતે દરબાર (ઉ.૫૪)એ ટ્રક ટ્રેલર આરજે ૬ જીબી ૫૫૯૨ ના ચાલકની સામે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી શહેરના લખધિરપુર રોડ ઉપરથી ડમ્પર નંબર જીજે ૧૦ ઝેડ ૫૦૫૮ લઈને તેનો ભાઈ હરપાલસિંહ પથુભા ઝાલા (ઉંમર ૪૫) રહે. સકત સનાળા મોરબી વાળા જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર રોડની સાઇડમાં પલટી મારી રહ્યું હતું જેથી તે ડમ્પરમાંથી નીચે ઉતારીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે હરપાલસિંહ ઝાલાને હડફેટે લેતા તેને કમરના ભાગે ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક ધનરાજ કૈલાસ જાટ (૨૯) રહે. શિવનગર કોટરી ભિલવાડા રાજસ્થાન વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
હાર્ટ એટેકથી મોત
મોરબી નજીક મકનસર ગામ પાસે આવેલ સોના સિરામિક નામના કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સાવનભાઈ શ્રીરામચંદ્રભાઈ યાદવ (ઉંમર ૪૧) ને હાર્ટએટેક આવી જતાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આવી જ રીતે મોરબી નજીકના બગથળા ગામે રહેતા કેશવજીભાઇ બાવજીભાઇ મેવા (ઉમર ૬૬) ને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
