મોરબીમાં પાલિકા કોને કમાવી દેવાનો આડેધડ નાખી રહી છે સ્પીડ બ્રેકર: રમેશભાઈ રબારી
SHARE









મોરબીમાં પાલિકા કોને કમાવી દેવાનો આડેધડ નાખી રહી છે સ્પીડ બ્રેકર: રમેશભાઈ રબારી
મોરબી નગરપાલિકા તાજેતરમાં રોડ રસ્તા ઉપર આડેધડ સ્પીડ બ્રેકર કારણ વગર ફિટ કરી રહી છે ત્યારે કોના લાભાર્થે પાલિકા દ્વારા આ સ્પીડ બ્રેકર ફિટ કરવામાં આવી રહ્યા છે તેવો સવાલ કોંગ્રેસનાં આગેવાન દ્વારા કરવામાં આવેલ છે અને પાલિકા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયેલ છે તેવો તેમણે આક્ષેપ કરેલ છે
મોરબીમાં પહેલા રોડ ભાંગેલા હતા જેથી લોકો હેરાન હતા અને હાલમાં ભાંગેલા રોડની સાથોસાથ શહેરના દરેક વિસ્તારમાં આડેધડ મૂકવામાં આવતા સ્પીડ બ્રેકર લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયેલ છે અને જરૂરી નથી તેવા રોડ ઉપર પણ આડેધડ સ્પીડ બ્રેકર મૂકવામાં આવી રહ્યા છે જેથી કરીને કોના લાભાર્થે પાલિકા દ્વારા આડેધડ ટ્રાફીક જામ થાય, અકસ્માત થાય તે રીતે સ્પીડ બ્રેકર મૂકી રહી છે તેવો સવાલ મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ કર્યો છે અને ભાજપ શાસિત પાલિકા જરૂરત વગરના આટલા બઘા સ્પીડ બ્રેકર શા માટે ફિટ કરી રહી છે તે તપાસનો વિષય છે
વધુમાં તેમણે કહ્યું છે કે, પદાધિકારી, અઘિકારી અને કોન્ટ્રાકટરને કમાવી દેવા માટે આ એક સ્પીડ બ્રેકર કૌભાંડ હોવાનું દેખાઈ રહયું છે ત્યારે આ બાબત યોગ્ય તપાસ કરી બિન જરૂરી સ્પીડ બેકર નાખવા પર રોક લગાવવામાં આવે અને જ્યાં જરૂર છે ત્યાં સ્પીડ બેકર નાખો તો કોઇને વાંધો ન હોય પણ જયાં જરૂર નથી ત્યાં નાખવામાં આવેલા સ્પીડ બ્રેકરોને વહેલી તકે દુર કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને આડેધડ બિન જરૂરી સ્પીડ બેકર નાખીને પ્રજાએ સરકારી તિજોરીમાં ભરેલા ટેક્સના રૂપિયાનો જે ભષ્ટ્રાચાર કરવામાં આવી રહ્યો છે તેવું પાલિકામાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે આ બાબત યોગ્ય તપાસ કરીને બેદરકાર લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે
