મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૧૧ મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિતે પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન


SHARE

















મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૧૧ મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિતે પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૧૧ મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિતે પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં તા.૧૧ મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અંગે પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.તા.૧૧ મે ૧૯૯૮ ના રોજ ભારત સરકાર દ્વારાં પોખરણ રાજસ્થાન ખાતે શક્તિ-૧ ન્યુક્લિયર મિસાઇલનું  સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ ત્યારથી આ દિવસને ભારત સરકાર દ્વારાં નેશનલ ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજીમાં કરી શકાય.અહિં આપણો હેતુ ઉત્પાદનની એવી પધ્ધતિઓ સાથે છે જેમાં આપણી આસપાસ જે કંઇપણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેક્નોલોજી દ્વારા થયું હોય છે.પ્રવર્તમાન સમયમાં રોજે-રોજ નવીનવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે.બજારમાં રોજબરોજ નવાનવા મોડલનાં ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોટર સાઇકલ, ગાડી વગેરે ઠલવાઇ રહ્યાં છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ, આપણું ઘર પણ આમાંની ઘણી ચીજવસ્તુઓથી ભરાઇ ગયું છે. એટલા માટે જ, આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે.આજે દરેક વ્યક્તિ એક એવું ઘર ઇચ્છે છે જેમાં વર્તમાન સમયની તમામ ભૌતિક ચીજ વસ્તુઓની સગવડ હોય. ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, વોશિંગ-મશીન વગેરે જેવાં ભૌતિક સુખ સગવડનાં સાધનો આપણી જરૂરિયાત બની ગઈ છે  જેની હવે આપણ ને આદત પડી ગઈ છે. આ પ્રશ્નોતરી સ્પર્ધા ઘરબેઠાં વિડીયો બનાવી ભાગ લઈ શકાશે વેકેશન સ્પેશ્યલ જ્ઞાન સાથે ગમ્મત માટે આ સ્પર્ધામાં દરેકને પ્રમાણપત્ર તથા કેટેગરી મુજબ શ્રેષ્ઠ સ્પર્ધકોને સિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.કેટેગરી જાણવા તેમજ વિડીઓ બનાવીને તે વિડીયો તા.૧૧-૫ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં મોકલવા માટે એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News