મોરબીમાં પાલિકા કોને કમાવી દેવાનો આડેધડ નાખી રહી છે સ્પીડ બ્રેકર: રમેશભાઈ રબારી
મોરબી જીલ્લામાં આઠ માસના બાળકને માતાના વાત્સલ્યની હૂફ અપાવતી ટીમ અભયમ
SHARE









મોરબી જીલ્લામાં આઠ માસના બાળકને માતાના વાત્સલ્યની હૂફ અપાવતી ટીમ અભયમ
તાજેતરમાં મધર્સ ડે ના દિવસે વાંકાનેર તાલુકામાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવામાં એક પીડિત મહિલાનો કોલ આવેલ કે, તેના આઠ માસના બાળકને તેના પતિ લઈને જતા રહ્યા છે તુરંત મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત ૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે પીડિતાનાં લગ્નને ત્રણ વર્ષ થયા છે અને તેને આઠ માસનું નાનું બાળક છે અને સાસરીમાં અવાર નવાર નાની નાની બાબતોમાં થતા ઝગડાથી કંટાળીને આઠ માસના બાળક સાથે પિયરમાં આવેલ હતી
જો કે, મહિલાના પતિ તેને સાસરીમાં લઈ જવા આવેલા હતા પરંતુ વારંવાર ઝગડાઓથી કંટાળી સાસરીમાં પાછા જવાની મહિલાએ ના કહી હતી જેથી તેના પતિ તેના આઠ માસના નાના બાળકને લઈને જતો રહ્યો હતો અને બાળક સ્તનપાન જ કરતું હોવાથી તેની માતને વધારે ચિંતા હતી ત્યાર બાદ પીડિતાને આશ્વાસન આપી, તેના સાસરીમાં સાથે લઈ જઈ ત્યાં બંન્ને પક્ષોનું કુશળ કાઉન્સિલિંગ કરી નાના બાળકને ઘરમાં થતાં નાના મોટા જગડાઓ બાબતે સમાધાનકારી નિરાકરણ લાવતા તેના પતિએ રાજીખુશીથી બાળકને તેના પત્નીને આપ્યું હતું
