મોરબી જિલ્લા ૮૫.૩૬ ટકા સાથે સમગ્ર રાજ્યમાં ધો.૧૨ સાયન્સમાં બીજા ક્રમે
SHARE









મોરબી જિલ્લા ૮૫.૩૬ ટકા સાથે સમગ્ર રાજ્યમાં ધો.૧૨ સાયન્સમાં બીજા ક્રમે
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ૮૫.૩૬ ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે. અને મોરબી જિલ્લામાં પરીક્ષા આપનાર ૧૪૪૮ માંથી ૧૨૩૬ વિદ્યાર્થીઓ પાસ થાય છે અને મોરબી જિલ્લાના ત્રણ કેન્દ્ર પૈકી વાંકાનેરનું સૌથી ૯૧.૨૨ ટકા, હળવદનું ૯૦.૪૫ ટકા અને મોરબી કેન્દ્રનું ૮૨.૩૪ ટકા પરિણામ જાહેર કરવામાં અવાયું છે
સમગ્ર રાજ્યનું ધો.૧૨ સાયન્સનું પરિણામ ૭૨.૦૨ ટકા છે. અને રાજ્યમાં પ્રથમ ક્રમે રાજકોટ અને બીજા ક્રમે મોરબી જિલ્લો આવ્યો છે અને મોરબી જિલ્લામાં ૧૪૪૮ માંથી ૧૨૩૬ વિદ્યાર્થીઓ પાસ થાય છે અને મોરબી જિલ્લાના ત્રણ કેન્દ્ર પૈકી વાંકાનેરનું સૌથી ૯૧.૨૨ ટકા, હળવદનું ૯૦.૪૫ ટકા અને મોરબી કેન્દ્રનું ૮૨.૩૪ ટકા પરિણામ જાહેર કરવામાં અવાયું છે મોરબી જીલ્લામાં ૧૫ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ, ૧૧૭ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડ, ૨૬૦ વિદ્યાર્થીઓ બી-૧ ગ્રેડ, ૨૯૦ વિદ્યાર્થીઓ બી-૨ ગ્રેડ, ૩૧૫ વિદ્યાર્થીઓ સી-૧ ગ્રેડ, ૨૧૩ વિદ્યાર્થીઓ સી-૨ ગ્રેડ અને ડી ગ્રેડ સાથે ૨૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે
