આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા તળાવ અને પાણીના નિકાલ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા કોંગ્રેસની માંગ મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં બાંધકામ મંજૂરી માટે ડીડીઓએ આપેલ સૂચનાનો શાસક-વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ છતાં અધિકારી મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં લાખોની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ મહિલા સહિત બંને આરોપી જેલ હવાલે કરાયા


SHARE

















મોરબીમાં લાખોની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ મહિલા સહિત બંને આરોપી જેલ હવાલે કરાયા

મોરબીમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા યુવાનના પિતાને જુદીજુદી સ્કીમમાં રૂપિયા રોકવા માટે લાલચવીને દિલ્હીમાં રહેતી મહિલા સહિત બે શખ્સ દ્વારા છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી યુવાને ૫,૬૧,૯૪૯ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલા સહિતના બે આરોપીની ધરપકડ કરેલ હતી અને રિમાન્ડ મેળવાયા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીની સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ નાનજીભાઈ મકવાણાએ દિલ્હીની મધુ શર્મા અને મહમદ અરશદ નામના બે વ્યકતીની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે ૧/૧/૨૦૨૧ થી લઈને ૨૬/૪/૨૦૨૧ દરમિયાન આરોપીઓએ તેના પિતા હયાત હતા ત્યારે તેઓની સાથે ફોન ઉપર વાત કરીને જુદી જુદી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને તેની સાથે વિશ્વાસ કેળવીને તેના પિતા પાસેથી ૫,૬૧,૯૪૯ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા જે રૂપિયા પરત નહીં આપીને ફરિયાદી તથા તેના મૃત પિતાની સાથે બન્નેએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આ ગુનામાં મધુબેન મહેશભાઇ શર્મા (૪૧) અને મહોમ્મદઅરશદરજા જમીનદાર ખાનની ધરપકડ કરેલ હતી અને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News