મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

રાજપૂત સમાજ શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધે તેવા ઉદેશ સાથે યોજાઇ એકતા યાત્રા: જે.પી.જાડેજા


SHARE

















રાજપૂત સમાજ શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધે તેવા ઉદેશ સાથે યોજાઇ એકતા યાત્રા: જે.પી.જાડેજા

રાજપૂત કરણી સેના દ્વારા કચ્છના આશાપુરા માતાના મઢથી એકતા યાત્રા શરૂ કરવામાં આવી છે જે આજે મોરબીમાં આવી પહોચી હતી ત્યારે મોરબી શહેર અને જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જુદાજુદા જ્ઞાતિ સમાજના આગેવાનો તેમજ વિવિધ સંગઠનો દ્વારા એકત્રા યાત્રા સાથે આવેલા ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજા સહિતના તમામનું સન્માન કરવામાં આવ્યું હતું

રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રા કાઢવામાં આવી છે જે મોરબીમાં આવી પહોચી હતી ત્યારે મોરબીના સર્કિટ હાઉસ ખાતે તેનું મોરબી શહેર અને જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ એકતા યાત્રામાં વિવિધ મંદિરોની જ્યોત લઇને ગુજરાતનાં ૧૬ જીલ્લામાં એકતા યાત્રા જવાની છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે તેને પૂર્ણ કરવામાં આવનાર છે ત્યારે મોરબીમાં આવેલ રાજપૂત કરણી સેનાની એકતા યાત્રા જ્યારે શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઈ હતી ત્યારે મોરબી રાજપૂત સમાજ, બ્રહ્મ સમાજ, પ્રજાપતિ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના જુદાજુદા સંગઠનો અને સમાજ દ્વારા એકતા યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું મોરબીમાં સર્કિટ હાઉસથી લઈને શનાળા ગામ સુધીના રસ્તમાં આવતી મહાપુરુષોની પ્રતિમાને ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેરના રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા ત્યારબાદ શકત શનાળા ગામે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે સભા રાખવામા આવી હતી જેમાં જિલ્લા પ્રભારી દશરથસિંહ (દશુભા) ઝાલા, રાજપુત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા, મંત્રી મહાવીરસિંહ જાડેજા સહીત આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ જણાવ્યુ હતું કે, ક્ષત્રિય સમાજમાં એકતા વધે, સંગઠન મજબૂત બને, કુરિવાજો નાબૂત થાય, સમાજ વ્યસન મુક્ત બને અને  શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધે તેવા ઉદેશ સાથે આ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

સમસ્ત બ્રહ્મસમાજ

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે રાજપૂત કરણી સેના આયોજીત એકતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં કરણી સેના પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા તથા ઉપાધ્યક્ષ વીરભદ્રસિંહનું સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુકલા, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઇ જોષી, પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી ધ્વનીતભાઈ દવે અને કમલભાઈ દવે તથા બ્રહ્મઅગ્રણી અમિતભાઈ પંડ્યા, સચિનભાઈ વ્યાસ, ધર્મેન્દ્રભાઈ શુક્લ, શિવભાઈ જાની, ઉદયભાઈ જોષી, હર્ષભાઈ જાની, યજ્ઞેશભાઇ જાની વગેરે હાજરી આપી હતી

વિહિપ-બજરંગ દળ

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગૌરક્ષા મોરબી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી રાજપૂત કરણી સેના દ્રારા આયોજીત એકતા યાત્રા મોરબી આવી હતી ત્યારે નગર દરવાજાના ચોકમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વિહિપના પ્રમુખ કે.બી બોરીચા સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા તો મોરબીના સિવિલ હોસ્પીટલમાં કોરોના સમયે સેવા આપનાર હસીનાબેન લાડકાનું ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજા સહિતના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું




Latest News