મોરબીના ટાઉન હોલમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ની હાજરીમાં સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો
મોરબીના વીસીપરામાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









મોરબીના વીસીપરામાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી શહેરના વીસીપરામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની બી ડીબીઝ્ન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં વાડી વિસ્તારમાં રહેતા સિરાજ રસુલભાઇ ભટ્ટી (૨૭) એ ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની બી ડીબીઝ્ન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની તપાસ કરતાં તપાસનીશ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક યુવાન પરિણીત છે અને તેની માનસિક દવા ચાલી રહી હતી દરમ્યાન તેને આપઘાત કરી લીધો છે
વૃધ્ધાનું મોત
વાંકાનેરના હસનપર શક્તિપરામાં રહેતા હુરબાઇબેન આહમદભાઇ કટીયા (૯૦) પોતાના ઘર પાસે વાડામાં લાકડા કાપવા માટે ગયા હતા ત્યારે પોતાના જ હાથમાં કાંડા ઉપર ધારિયું વાગી ગયું હતું જેથી કરીને વધુ પડતું લોહી વહી જવાના લીધે તેનું મોત નીપજયું હતું જેની મૃતક મહિલાના દીકરાએ પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
