ટંકારાના મિતાણા ગામે પ્રસંગમાં જમણવાર બાદ બાળકોને ફૂડ પોઇઝનિંગ
SHARE









ટંકારાના મિતાણા ગામે પ્રસંગમાં જમણવાર બાદ બાળકોને ફૂડ પોઇઝનિંગ
ટંકારા તાલુકાના મિતાણા ગામે યોજાયેલ પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગનો બનાવ બન્યો હતો અને પાંચ જેટલા બાળકોને ઝાળ અને ઉલ્ટી શરૂ થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આપણી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના મિતાણા ગામે ગઈકાલે યોજાયેલા પ્રસંગમાં જમણવાર બાદ ઝાડા ઉલટીનો બનાવ સામે આવ્યો હતો અને તે પ્રસંગમાં ગયેલા લોકોમાંથી નાઝીર યુનુસ જુણેજા (૯), આરઝૂ પુનુસ રાઉમાં (૧૧), અબ્બાસ યુનુસ રાઉમા (૫), રીયઝ સિકંદર મકવાણા (૫) અને સુહાન સિકંદર મકવાણા (૭) ને ઝાડા ઉલટી થયા હોવાથી તેને તાત્કાલીક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફૂડ પોઇઝનિંગના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
