મોરબીના ટાઉન હોલમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ની હાજરીમાં સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીના ટાઉન હોલમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ની હાજરીમાં સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો
મોરબી મહેન્દ્રસિંહ ટાઉન હોલ ખાતે આજે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા ત્યારે સરપંચો અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓએ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી
સરકાર દ્વારા છેવાડાનાં લોકોના લાભ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જો કે, તેની માહિતીના અભાવે ઘણી યોજનાનો લોકોને લાભ મળતો નથી ત્યારે મોરબી મહેન્દ્રસિંહ ટાઉન હોલ ખાતે આજે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા અને મંત્રી બ્રિજેશભાઈએ સરકારની વિવિધ લોકો ઉપયોગી યોજનાઓની માહિતી આપી હતી અને સરપંચોને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓને પહોચડવા માટે આહવાન કર્યું હતું આ તકે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓએ દ્વારા લોકોમાં પણ સરકારની વિવિધ લક્ષી યોજનાઓ અંગે જનજાગૃતિ કેળવાઈ તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિભાગીય વડા ભાલોડીયાએ શ્રમિકો માટે બાળકનાં જનમથી લઈ તેના શિક્ષણ સુધીની અને અક્સ્માતથી લઈને આકસ્મિક મૃત્યુ સુધી સરકાર તરફથી શું સહાય મળે છે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ તકે કબીરધામના શિવરામદાસજી, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રિશીપભાઈ કૈલા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, ચેરમેન હીરાભાઈ ટમારિયા, ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, હંસાબેન પારઘી, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિતના અધિકારી, સરપંચો અને તલાટી મંત્રીઑ ઉપસ્થિત રહેલ હતા
