વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ૫૮૦ પેટી દારૂ ભરેલ આઇસર મેટાડોર સાથે બે રાજસ્થાની પકડાયા: બેની શોધખોળ
મોરબીના નીચી માંડલ ગામે રહેણાંક મકાનમાંથી ૪.૯૭ લાખના મુદ્દામાલની ચોરી
SHARE









મોરબીના નીચી માંડલ ગામે રહેણાંક મકાનમાંથી ૪.૯૭ લાખના મુદ્દામાલની ચોરી
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલા રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને આ બંધ મકાનના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ રોકડા ચાર લાખ રૂપિયા તેમજ સોના ચાંદીનો મુદ્દામાલ સહિત 4,97,500 મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે નવા પ્લોટ વિસ્તારની અંદર રહેતા ધીરૂભાઈ તેજાભાઈ થરેશા જાતે કોળી (ઉંમર ૪૫) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા.૧૨-૫ ના રાત્રીના અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના પાંચ વાગ્યા સુધીમાં કોઈ પણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેના મકાનના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૂટકેસમાં રાખવામાં આવેલા રોકડા રૂપિયા ચાર લાખ તેમજ સોનાની બે વીટી અને ચાંદીના પગમાં પહેરવાના સાંકડા અને કબાટમાં રાખેલ ત્રણ તોલાનો સોનાનો હાર આમ કુલ મળીને રૂા.૪,૯૭,૫૦૦ ની કિંમતના મુદામાલની ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે આ ચોરીની ઘટનાને અંજામ આપનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના કંડલા બાયપાસ ઉપર દુર્લભ પાર્ટી પ્લોટ નજીક આવેલ આનંદનગર વિસ્તારમાં રહેતા પ્રેમ ઘનશ્યામભાઈ દેગામ નામના ૧૭ વર્ષીય યુવાનને ખીજડીયા ગામના પાટિયા પાસે બાઈક ઉપર જતા સમયે બાઇકમાંથી નીચે પડી જતાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા જાંબુડીયા ગામના રહેવાસી હર્ષદભાઈ મગનભાઈ ઝિંઝુવાડીયા નામના ૪૧ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે સાંજના છએક વાગ્યે ચરાડવા ગામે આવેલા અંતિમધામની પાસે હર્ષદભાઇના બાઇકને અજાણી ઇકો કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં હર્ષદભાઈ ઝીંઝુવાડીયાને ઈજાઓ પહોંચી હતી અને તેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પોલીસ મથકનો હોય ત્યાં બનાવ સંદર્ભે જાણ કરી હતી.
