મોરબીના બેલા ગામ પાસે દિવાલ માથે પડતાં નવ વર્ષની બાળકીને રાજકોટ ખસેડાઇ
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ૫૮૦ પેટી દારૂ ભરેલ આઇસર મેટાડોર સાથે બે રાજસ્થાની પકડાયા: બેની શોધખોળ
SHARE









વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ૫૮૦ પેટી દારૂ ભરેલ આઇસર મેટાડોર સાથે બે રાજસ્થાની પકડાયા: બેની શોધખોળ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાની વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આઇસર મેટાડોર પસાર થયું હતું જેને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની ૫૮૦ પેટી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦.૯૯ લાખનો દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળીને ૩૬.૧૭ લાખથી વધુનો માલ કબજે કરીને બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓ ભુસાની આડમાં દારૂના જથ્થાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોવાનું સામે આવ્યું છે જેથી હાલમાં ડ્રાઈવર અને ક્લીનરને પકડીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ચાર શખ્સોની સામે ગુનો નોંધવવામાં આવ્યો છે
મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અગાઉ અનેક વખત દારૂની હેરાફેરી કરતા વાહનોને સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમ દ્વારા પકડવામાં આવે છે અને દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ સતત ચાલુ રહેતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે દરમિયાન એલસીબીની ટીમના સુરેશભાઇ હુંબલ, પૃથ્વીસિંહ જાડેજામ શક્તિસિંહ ઝાલા અને વિક્રમભાઇ કુગશિયાને મળેલી બાતમી આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આજે એલસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા મેટાડોરને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા ખાતરની કોથળીઓમાં ભુસુ ભરીને તેની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આઇસર મેટાડોરને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવીને દારૂની બોટલો સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે
વાંકાનેર બાઉન્ડ્રી પાસે આઇસર મેટાડોર જીજે ૧૫ એટી ૬૬૬૧ જતું હતું તેને રોકીને ચેક કર્યું હતું ત્યારે તેમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૫૮૦ પેટી મળી આવી હતી જેથી પોલીસે ૩૦.૯૯ લાખનો દારૂ અને ૮૯૦૦ રૂપિયા રોકડા, પાંચ લાખની કિંમતનું આઇસર મેટાડોર અને ૧૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળીને ૩૬,૧૭,૯૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આઇસર મેટાડોર ડ્રાઇવર લાલુરામ વિજયરામ મીણા (૨૨) રહે. રાજસ્થાન તથા ક્લીનર પિન્ટુ માંગીલાલ ડાંગી (૨૩) રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી લોગરાજ ઉર્ફે બબ્બી રહે. આબુરોડ રાજસ્થાન અને દારૂ ભરી આપનાર ગોવિંદ રબારી રહે. નાથદ્વારા રાજસ્થાન વાળાના નામ સામે આવેલ છે જેથી પોલીસે આ ચારેયની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
