વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા ગેસનો ભાવ ઘટાડવા મંત્રીને કરવામાં આવી રજૂઆત


SHARE

















મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે તે ઉપરાંત તાજેતરમાં થયેલા ગેસના ભાવ વધારાથી પણ ઉદ્યોગને બજારમાં ટકી રહેવામાં મોટી સમસ્યા ઉભી છે.તદઉપરાંત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સિરામીક પ્રોડકટની ડિમાન્ડ ઘટી જવાના લીધે પણ હાલ મુશ્કેલીઓ થઇ રહી છે આવા સમયમાં ઉદ્યોગ ચલાવવો મુશ્કેલ બન્યો હોય સરકાર દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે તો ઉદ્યોગને આંસીક રાહત થાય તેમ છે તેવી રજૂઆત અહીંના સિરામીક એસોસીએશન દ્વારા મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રીજેશભાઇ મેરજાને કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવાયા મુજબ હાલ બિલ્ડીંગ મટીરીયલ એટલે કે લોખંડ, સિમેન્ટ, ઈંટો વગેરેના ભાવમાં અતિશય વઘારો થતા બાંઘકામ ક્ષેત્રેમાં તેની માઠી અસર પડતા હાલમાં ડોમેસ્ટીક બજારમાં છેલ્લા ૪-૫ મહિનાથી સીરામીક ટાઈલ્સ અને સેનેટરીવેરની માંગ ૪૦ ટકા જેટલી ઘટી ગઈ છે. તેમજ એક્સપોર્ટમાં છેલ્લા ૧૦-૧૨ મહિનાથી શીપીંગલાઈનના ભાડા અતિશય વઘી જવાથી એક્સપોર્ટમાં પણ ઘટાડો થયો છે.હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુઘ્ઘના કારણે છેલ્લા છ મહિનામાં ગુજરાત ગેસમાં બમણાથી વધુ ભાવ વધારો થયેલ હોવાથી ટાઈલ્સ અને સેનેટરીવેરમા ઉત્પાદન કોસ્ટ ખુબ જ વઘવાથી ચાઈના સામે વૈશ્ર્વિક લેવલે એક્સપોર્ટમાં ટકી રહેવુ પણ એક મોટી મુશ્કેલી છે માટે ઉદ્યોગોને હાલની આવી કપરી સમસ્યાઓ વચ્ચે બજારમાં ટકી રહેવા માટે ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. તે માટે અહીંના ધારાસભ્ય તેમજ રાજયના શ્રમ કોશ્લ્ય વિભાગ, રોજ્ગાર અને પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાને મોરબીના સર્કીટ હાઉસ ખાતે મળીને સિરામીક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ અન્ય હોદેદારો તેમજ ઉઘોગકારોએ રજુઆત કરી હતી જેમા મંત્રી બ્રીજેશભાઇ મેરજા દ્રારા હકારાત્મક અભિગમ સાથે આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ઉદ્યોગના હિતમાં યોગ્ય પગલા લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ હતુ.




Latest News