મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા ગેસનો ભાવ ઘટાડવા મંત્રીને કરવામાં આવી રજૂઆત
વાંકાનેરના મેસરીયા ગામે કામ ધંધો કરવાનું કહેતા ભાઈને ભાઈને મારી નાંખવાની ધમકી આપી..!
SHARE









વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા યુવાનને તેના ભાઈને કામ ધંધો કરવા માટે કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને યુવાનના ભાઈએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો..! અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા તેના સગા ભાઈની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા સુભાષભાઈ ભગવાનભાઈ સાંકરીયા જાતે કોળી (ઉંમર વર્ષ ૩૨) એ હાલમાં તેના ભાઈ રોહિતભાઈ ભગવાનભાઈ સાકરીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો ભાઈ કોઈ કામ ધંધો કરતો ન હોય અને રખડતો હોય આ બાબતે સુભાષભાઈએ તેના ભાઈ રોહિતને કામ ધંધો કરવા માટેની સલાહ આપી હતી.આ જ બાબતનો ખાર રાખીને રોહિતભાઈએ તેના ભાઈ સુભાષભાઇને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને ધોકા વડે છાતીમાં એક ઘા જીંકી દીધો હતો.તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. જ્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા નારાયણસિંહ પ્રાણસિંહ પરિહારને સામાકાંઠે નેશનલ હાઇવે ઉપર આવેલા શિવલોક ચેમ્બરમાં કોઈ બાબતે મારામારી થઈ હતી જે બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા.
બે બોટલ દારૂ સાથે ઝડપાયો
મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાનધામ રસ્તેથી નીકળેલા નિકુલ ઉર્ફે બીરજુ બુમરાભાઈ માંઝી (૩૦) રહે.રંગપર વાળાને અટકાવવામાં આવ્યો હતો અને તેને ઝડતી લેવામાં આવતા તેની પાસેથી બે બોટલ દારૂ મળી આવતા રૂા.૬૦૦ ની કિંમતના દારૂ સાથે નિકુલ બુમરાભાઇ માંઝીની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તે રીતે જ મોરબીના રંગપર ગામના જયેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા દરબાર (૩૯) નશાની હાલતમાં પકડાતાં તાલુકા પોલીસ દ્વારા તેની સામે પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ટીંબડી ગામે ગણેશનગર વિસ્તારમાં રહેતા અલ્કેશભાઇ રાજારામભાઈ બારોટ નામના ૨૨ વર્ષીય યુવાનને ટીંબડીના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામે રામજી મંદિરની પાસે રહેતા વનીતાબેન રામજીભાઈ સુરેલા જાતે કોળી નામની ૪૫ વર્ષીય મહિલાને ગઈકાલ સવારે સાતેક વાગે તેના ઘેર ઈલેક્ટ્રીક શોટ લાગતા વનીતાબેનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.
