અમારા ઘરની સામે શું જોવે છે કહીને વાંકાનેરની મહાવીરનગર સોસાયટીમાં યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
વાંકાનેરના નવાપરા પાસે જન્મદિવસની કેક કાપી રહેલા યુવાનનો નજીવી વાતમાં ગાલ કાપી નાખ્યો
SHARE









વાંકાનેરના નવાપરા પાસે જન્મદિવસની કેક કાપી રહેલા યુવાનનો નજીવી વાતમાં ગાલ કાપી નાખ્યો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારની બાજુમાં જીઆઇડીસીના ખૂણા પાસે યુવાન તેના મિત્રો સાથે જન્મદિવસની કેક કાપી રહ્યો હતો ત્યારે ત્યાં આવેલા ચાર શખ્સો દ્વારા તેને ગાળો આપીને તેની સાથે મારામારી કરવામાં આવી હતી અને યુવાનને ગાલ ઉપર છરીનો ઘા ઝીંકી દીધો હતો તેમજ હાથે-પગે તેમજ વાસામાં લોખંડના પાઇપ મરેલ હતા તેમજ અન્ય એક વ્યક્તિને પણ છરી મારી હતી જેથી ઇજા પામેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને ચાર શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નવાપરા વિસ્તારમાં કન્યાશાળા સામેની શેરીમાં રહેતા ઋત્વિકભાઈ જગદીશભાઈ સારલાએ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હુસેન બ્લોચ, મયુર બાવાજી, એજાજ મોવર અને સાહિલ ઉર્ફે બાબો યુસુફભાઈ અફ્રિદી રહે. બધા મીલ પ્લોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો જન્મદિવસ હોવાથી તે પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે સાહેદ મુન્નાભાઈએ આરોપી મયૂર બાવાજીની સામે જોયુ હતું જે તેને સારું નહીં લાગતા તેણે તેઓની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ફરિયાદી યુવાન તેના મિત્ર સાથે જન્મદિવસની કેક કાપવા જતો હતો ત્યારે ચારેય આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદ યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારે હુશેન બ્લોચે છરી વડે ફરિયાદી યુવાનને જમણા ગાલ ઉપર એક ઘા ઝીંકી દીધો હતો જેથી તેના ગાલ ઉપર પાંચ ટાંકા આવેલ છે અને આરોપી સાહિલ ઉર્ફે બાબોએ ફરિયાદી યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તેમજ બિસ્મિલભાઈને એજાજ મોવરે છરીનો ઘા માર્યો હતો આમ ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ઋત્વિક જગદીશભાઈ સારલાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
