મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી
અમારા ઘરની સામે શું જોવે છે કહીને વાંકાનેરની મહાવીરનગર સોસાયટીમાં યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE









અમારા ઘરની સામે શું જોવે છે કહીને વાંકાનેરની મહાવીરનગર સોસાયટીમાં યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
(શાહરૂખ ચૌહાણ દ્વારા)વાંકાનેર શહેરમાં આવેલ મહાવીરનગર સોસાયટીમાં કાકાના ઘરે આવેલા ભત્રીજો તેના કાકાના ઘર પાસે હતો ત્યારે તેના ઘરની સામે રહેતા યુવાને “અમારા ઘરની સામે શું જોવે છે” તેમ કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ અન્ય બે શખ્સોએ ત્યાં આવ્યા હતા બાદમાં ત્રણેય શખ્સોએ યુવાનને ગાળો આપી હતી અને યુવાનને માથાના ભાગે ઈંટનો ઘા ઝીંકી દીધો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને તેણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ મહાવીર નગર સોસાયટીમાં રહેતો કિશનભાઇ વસંતભાઈ મકવાણા તેના કાકાના ઘર પાસે ઊભો હતો ત્યારે તેના કાકાના ઘરની સામેના ભાગમાં રહેતા રાહુલ વિનુભાઈ નામના શખ્સે “અમારા ઘર સામે શું જોવે છે” તેમ કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ રાહુલે અન્ય બે શખ્સ સંજય અને મનીષને ત્યાં બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્રણેય શખ્સોએ ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ત્યારે મનીષ વિનુભાઈ નામના શખ્સે ફરિયાદી કિશન વસંતભાઈ મકવાણાને માથાના ભાગે ઈંટનો ઘા ઝીકિ દીધો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
