મોરબી પોલીસમાં સંકલનનો અભાવ કે પછી ગુનગારોને છાવરવાના પેતરા ?!
વાંકાનેરના તીથવા ગામ પાસે વોંકળાના પાણીમાં ડુબી જતાં યુવાનનું મોત
SHARE









વાંકાનેરના તીથવા ગામ પાસે વોંકળાના પાણીમાં ડુબી જતાં યુવાનનું મોત
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા તીથવા ગામે ધાર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી મુળ મધ્યપ્રદેશના આદિવાસી યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા તીથવા ગામે ધાર પાસે આવેલ પાણીના વોંકળામાં ડૂબી જતા ધુમસિંગ જામસિંગ ચૌહાણ જાતે આદિવાસી (ઉમર ૪૫) રહે.તીથવા ધાર વિસ્તાર તા.વાંકાનેર જીલ્લો મોરબી મૂળ રહે.સેડલા તા.બવાની જિલ્લો ધાર મધ્યપ્રદેશ વાળો વોંકળાના પાણીમાં ડુબી જતાં તેની ડેડબોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના સગા સંબંધીઓ દ્વારા લાવવામાં આવી હતી જેથી ડોક્ટરે જોઈ તપાસીને ધુમસિંગ ચૌહાણને મૃત જાહેર કરી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.જેથી હાલ વાંકાનેર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.એન.સારદીયા બનાવ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
મહિલા સારવારમાં
મોરબીના નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ પાસે રહેતા વર્ષાબેન મુકેશભાઈ કેસુર આહિર નામની ૩૨ વર્ષીય મહિલાએ તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી.જ્યારે મોરબીના સામાકાંઠા વાંકાનેર હાઇવે ઉપર આવેલી જૂની કુબેર ટોકીઝની પાછળ મફતપરા વિસ્તારમાં રહેતા જયંતિભાઇ ઉકાભાઇ સેખવા નામના ૨૫ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઇ લેતાં તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે રહેતા પરેશભાઈ ગુણવંતભાઈ સધરાકિયા નામનો ૩૫ વર્ષીય યુવાન બાઈક લઇને ભરતનગરથી ખોખરા બેલા હનુમાનધામ તરફના રસ્તે જતો હતો અને તે કેન્ટીંગની દુકાને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જતા ઇજા થવાથી પરેશભાઈને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે હળવદના ટિકર ગામના મેરાભાઈ માધાભાઈ કોળી નિમકનગર જતા હતા ત્યારે ટીકર અને કીડી ગામની વચ્ચે તેમનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી મેરાભાઈ કોળીને પણ સારવાર માટે અહીં આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.
