મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પોલીસમાં સંકલનનો અભાવ કે પછી ગુનગારોને છાવરવાના પેતરા ?!


SHARE

















મોરબી પોલીસમાં સંકલનનો અભાવ કે પછી ગુનગારોને છાવરવાના પેતરા ?!

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે તેને લઈને પોલીસની નીતિરીતિ  સામે જ સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસ અધિકારીઓમાં જ સંકલનનો અભાવ હોય તેવો ઘાટ મોરબી જીલ્લામાં જોવા મળી રહયો છે થોડા સમય પહેલા છેતરપિંડીના ગુનામાં આરોપીને પકડવામાં આવેલ હતો અને અધિકારીની બાઇટ લીધા બાદ સમાચાર માટે આરોપીના વિડીયો લેવા માટે પત્રકારો ગયા ત્યારે ખબર પડી કે આરોપી તો જેલ હવાલે થઈ ગયો છે આવી જ રીતે હાલમાં મોરબી એ ડીબીઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં સમયાંતરે પાંચ આરોપીઓને પકડાયા હતા જો કે, મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓ જેલ હવાલે થઈ ગયા ત્યાં સુધી પત્રકારોને વિડીયો કે બાઇટ આપવામાં ન આવી હતી અને ત્યાર બાદ પત્રકાર પરિષદ રાખવામા આવી હતી જેથી કરીને કયાકને કયાક પોલીસ અધિકારીઓમાં સંકલનનો અભાવ છે અથવા તો પછી ગુનગારોને છાવરવાના પેતરા છે તેવું કહીએ તો તેમાં જરા પણ શંકાને સ્થાન નથી

મોરબી જીલ્લામાં પોલીસની નીતિરીતિને લઈને છેલ્લા ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા છે કેમ કે, કોઈ સામાન્ય પરિવારના ફરિયાદી હોય તો તેના નામને જાહેર કરવામાં આવે છે જો કે, ગર્ભશ્રીમંત પરિવાર કે પછી પોસ વિસ્તારમાં રહેતા પરિવારના કોઈ વ્યક્તિએ ફરિયાદ કરી હોય તો તેના નામ પણ જાહેર ન થાય તેની પૂરતી કાળજી પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓ દ્વારા રાખવામા આવી રહી છે આટલું જ નહિ આવી જ તકેદારી જુદાજુદા ગુનામાં પકડાયેલા આરોપીઓને સમાજમાં જાહેર કરવામાં પણ પોલીસ અધિકારીઓએ દ્વારા રાખવામા આવે છે તેવું કહીએ તો તેમાં શંકાને કોઈ સ્થાન નથી 

થોડા દિવસો પહેલા મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારીને તેને બ્લેકમેક કરવામાં આવી હતી અને તેની પાસેથી રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા જે ગુનામાં ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને આ આરોપીઓએ સોશ્યલ મીડિયાનો દૂર ઉપયોગ કરેલ હતો તેમજ ગંભીર કહી શકાય તેવો ગુનો આચાર્યો હતો તો પણ આરોપી જેલ હવાલે થઈ ગયા ત્યાં સુધી પોલીસ દ્વારા તેના ફોટો કે પછી વિડીયો આરોપી સમાજમાં ખુલ્લા પડે તે માટે આપવામાં આવ્યા ન હતા તેના પાછળનું શું કારણ જવાબદાર છે તે લોકોને સમજાતું નથી

આવી જ રીતે મોરબીના આલાપ રોડ ઉપર પટેલનગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને વજેપર ગામના સર્વે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેમની સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરવામાં આવેલ હતી આ ગુનામાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠની સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પાંચ આરોપીઓને સમયાંતરે પકડવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા જો કે, આરોપીઓ પોલીસ પાસે હતા ત્યાં સુધી તેના માટેની જરૂરી પોલીસ અધિકારીની બાઇટ કે પછી આરોપીઓના વિડીયો પત્રકારોને આપવામાં આવ્યા ન હતા અને આરોપીઓ જેલ હવાલે થઈ ગયા ત્યાં બાદ એએસપી દ્વારા આ ગુનાના ડિટેકશન મુદે પત્રકાર પરિષદ રાખવામા આવી હતી જેથી પોલીસ અધિકારીઓમાં જ સંકલનનો અભાવ હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે જો કે, ખરેખર સંકલનનો અભાવ જ છે કે પછી બીજું કોઈ કારણ આના પાછળ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી માહિતી સામે આવે તેવી ચર્ચા મોરબીમાં થઈ રહી છે




Latest News