મોરબી જીલ્લામાં પીજીવીસીએલની ટીમોએ પકડી ૯૭.૧૩ લાખની વીજચોરી
SHARE









મોરબી જીલ્લામાં વીજચોરી રોકવા માટે પીજીવીસીએલ ટીમે ચેકિંગમાં ગઇ હતી અને કુલ ૩૦ ટીમો બનાવી સમગ્ર જીલ્લામાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં મકાન, કોમર્શીયલ અને ખેતીવાડી કનેક્શનમાં મળીને કુલ ૩૪૮ સ્થળોએ વિજચોરી સામે આવી હતી જેથી અધિકારીના કહેવા પ્રમાણે ૯૭.૧૩ લાખની વીજચોરી સામે આવી છે
મોરબી જીલ્લામાં પીજીવીસીએલની ટીમો ત્રાટકી હતી અને છેલ્લા પાંચ દિવસમાં વીજ ચેકિંગ દરમ્યાન જામનગર, ભુજ, અંજાર અને મોરબીની ૩૦ ટીમોએ વીજ ચેકિંગ કર્યુ હતું તે સમયે મોરબી જીલ્લાના હળવદ, ચરાડવા, સરા, વાંકાનેર, માળિયા, ટંકારા અને મોરબી શહેરમાં વીજ ચોરી સામે આવી હતી હાલમાં અધિકારી પાસેથી સામે આવેલી માહિતી મુજબ રહેણાંકના ૨૯૨૬, કોમર્શીયલ ૩૦ અને ખેતીવાડીના ૩૦ મળીને કુલ ૨૯૬૬ વીજ કનેક્શન ચેક કર્યા હતા જેમાં ૩૪૮ વીજ કનેક્શનમાં વીજચોરી સામે આવી છે હત જેથી કુલ ૯૭.૧૩ લાખની વીજચોરી પકડવામાં આવી છે
