મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કરાયુ
SHARE









ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચનાથી મોરબીના જૂના બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ૨૧ મી સદીના સ્વપ્ન દૃષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધી ની પૂણ્ય તિથિ નિમિતે મોરબી શહેર અને મોરબી તાલુકા કોંગ્રેસ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીથી પરેશાન ગરીબો માટે છાસ વિતરણ કરી રાજીવ ગાંધી ને શ્રધાંજલી આપી હતી. આ પ્રસંગે મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ, કે ડી પડસુંબિયા, રાજુભાઈ કાવર, એલ એમ કંઝારિયા, મહેશભાઈ રાજ્યગુરુ, ધર્મેન્દ્ર વિડજા, મનોજ પનારા, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઈ ગામી, કે.ડી.બાવરવા, પી.પી. બાવરવા, રાજુભાઈ આહીર, વિનોદભાઈ ડાભી, જગદીશ મુછડિયા, ચેતન એરવાડિયા, રજનીશ શીરવી, રવજી સોલંકી, અશ્વિન પરમાર, રોનક પારેખ, જાનમોહમદ ચાનીયા, બાબુ વેરાણા,યુસુફભાઈ, રમેશ જારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલે યાદીમાં જણાવેલ છે.
