મોરબી જિલ્લાના પ્રભારીમંત્રીએ આંગણવાડી કાર્યકર-તેડાગરના નિમણુંક પત્ર એનાયત કર્યા
મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક અને કાર રેલી યોજાઇ
SHARE









મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક અને કાર રેલી યોજાઇ
ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે. ત્યારે આજે મોરબી-માળીયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક અને કાર રેલી યોજાઇ હતી જેમાં આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબીના વાવડી રોડ ઉપરના સરદાર ચેમ્બર ખાતે થોડા દિવસો પહેલા ઈસુદાન ગઢવીની હાજરીમાં જનસંવાદ સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે બાદ આજે મોરબીના આમ આદમી પાર્ટીના ખજાનચી કૈલાશદાન ગઢવી, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયા સહિતનાઓની હાજરીમાં સર્કિટ હાઉસથી બાઈક અને કાર સાથે રેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યક્રરો હાજર રહ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આમ આદમી પાર્ટીની રેલી પસાર થઈ હતી ત્યારે લોકો તરફથી ખૂબ જ સારો આવકાર આપવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના આગેવાનોને લોકોએ આશીર્વાદ આપ્યા હતા
