મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક અને કાર રેલી યોજાઇ
મોરબીમાં બે જુદાજુદા બનાવોમાં ઝેરી દવા પી ગયેલ બે યુવાન સારવારમાં
SHARE









મોરબીમાં બે જુદાજુદા બનાવોમાં ઝેરી દવા પી ગયેલ બે યુવાન સારવારમાં
મોરબીના તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બે જુદાજુદા સ્થળોએ બે પરપ્રાંતીય યુવાનો ઝેરી દવા પી ગયા હતા જેથી બન્નેને સારવાર માટે ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસના જણાવ્યા મુજબ મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ કેન્ટ્રો નામના સિમેન્ટનું કેમિકલ બનાવતાં કારખાનાના લેબર કવાટરમાં રહેતો પંકજ બાબુભાઈ કોટક નામનો ૧૯ વર્ષીય પરપ્રાંતીય યુવાન અજાણી માત્રામાં ઉંદર મારવાનો પાવડર પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા દ્વારા તપાસ કરવામાં આવતા ખૂલ્યુ હતુ કે કોઇ બાબતને લઇને તેના માતા-પિતા દ્વારા તેને ફોનમાં ઠપકો આપવામાં આવ્યો હતો.પંકજ પોતાના બેન બનેવી સાથે મોરબી રહીને મજૂરી કામ કરે છે.કોઈ વાતે માતા-પિતા દ્વારા ઠપકો આપ્યો હોવાની વાતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભર્યું હતું.. ?! તેમજ મોરબીના જૂના જાંબુડીયા ગામે રહેતો અને પરપ્રાંતથી આવીને મોરબીમાં મજૂરી કામ કરતો હરીશ અભીરબાગ નામનો ૨૪ વર્ષીય યુવાન પણ તેના ઘેર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવારમાં સિવિલે લવાતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી જેમાં યુવાન ભુલથી દવા પી ગયો હોવાનું ખુલ્યુ હતુ..!
યુવાન સારવારમાં
મોરબીના અંબિકા રોડ પાસે બાઇક સ્લીપ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં વિશુરાજસિંહ ભરતસિંહ જાડેજા (૧૯) રહે.ખાખરાડા તા.કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકાને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બાવળા ગામે રહેતો યુવરાજસિંહ ભગવતસિંહ ગોહિલ નામનો ૧૭ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે તેના બાઇકનો કારની સાથે અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા યુવરાજસિંહ ગોહિલને વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રફાળેશ્વર ગામના હરેશ મોહનભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષીય યુવાનને ટીંબડી ગામના પાટિયા પાસે કોઈ દ્વારા લાફો ઝીંકી દેવામાં આવતા તેને સારવારમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
વૃદ્ધ સારવારમાં
મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે રહેતા પીઠાભાઇ સામાભાઈ વાઘેલા નામના ૫૪ વર્ષીય વૃદ્ધ રિક્ષામાં બેસીને જતા હતા તે દરમિયાનમાં જુના ઘુંટુ રોડ પરના વે-બ્રીજ પાસે તેઓ અકસ્માતે રિક્ષામાંથી નીચે પડી જતા પગના ભાગે ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગર વિસ્તારમાં રહેતી દમયંતીબેન ધનજીભાઈ મકવાણા નામની ૧૫ વર્ષીય સગીરા કોઈ કારણોસર ફિનાઇલ પી જતાં તેણીને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
