મોરબીના રણછોડનગર સાંઈ મંદિરનાં ૧૬ માં પાટોત્સવમાં સનમાન કાર્યક્રમ યોજાયો
મોરબીમાં બુદ્ધ વિહાર ખાતે ૧૫ પરિવારના ૬૫ લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો
SHARE









મોરબીમાં બુદ્ધ વિહાર ખાતે ૧૫ પરિવારના ૬૫ લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો
મોરબીના આંગણે એક ઐતિહાસિક બૌદ્ધ ધમ્મ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારે ૧૫ પરિવારના ૬૫ જેટલા લોકોએ બુદ્ધમ શરણમ ગચ્છામીના નાદ સાથે હિન્દુ ધર્મને છોડીને બૌદ્ધ અપનાવ્યો હતો અને મોટી સંખ્યામાં તથાગત બુદ્ધ અને બાબા સાહેબના અનુયાયીઓની વચ્ચે દિક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી. જેમાં બાબા સાહેબે આપેલી ૨૨ પ્રતિજ્ઞા બોલીને માનવતાવાદી ધમ્મમાં દિક્ષાર્થીઓએ પ્રવેશ કર્યો હતો.
બાબાસાહેબે ૧૯૩૫ માં એવી જાહેરાત કરી હતી કે "હું એક હિંદુ તરીકે જન્મ્યો છું, પરંતુ હિંદુ તરીકે મરીશ નહીં." એ ઘટનાના ૨૧ વર્ષ પછી ૧૯૫૬ ની ૧૪ ઑક્ટોબરે તેમણે હિંદુ ધર્મની અસમાનતામાંથી છુટકારો મેળવીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો ત્યાર બાદ ઘણા લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કરેલ છે ત્યારે આજે મોરબીના વિજયનગરમાં આવેલા સમ્રાટ અશોકા બુદ્ધ વિહાર ખાતે ઐતિહાસિક ધમ્મ દિક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મોરબી જિલ્લામાંથી ૧૫ પરિવારના ૬૫ લોકો દ્વારા દિક્ષા લેવામાં આવી હતી અને મોરબીના ઈતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો કાર્યક્ર્મ યોજાયો હતો અને આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો યોજાશે તેવું સોલંકી નગજીભાઇ અને દિનેશભાઇ બૌદ્ધએ જણાવ્યુ હતું આ તકે ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરથી ભીખુ પ્રજ્ઞા રત્નજીએ હાજરી આપી હતી અને દિક્ષાર્થીઓને ધર્મ દીક્ષા આપી હતી. ત્યારે અમદાવાદ બુદ્ધ વિહારના ભીખ્ખુ સારીપૂત્તિ પણ હાજર રહ્યા હતા
