મોરબીમાં ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન
મોરબીના રણછોડનગર સાંઈ મંદિરનાં ૧૬ માં પાટોત્સવમાં સનમાન કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીના રણછોડનગર સાંઈ મંદિરનાં ૧૬ માં પાટોત્સવમાં સનમાન કાર્યક્રમ યોજાયો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર સોસાયટીમાં ત્રીમંદીર કે જેમાં શ્રીસાંઈ બાબા, શ્રી હનુમાનજી તથા શિવજી મંદિર આવેલ છે તે પવિત્ર જગ્યામાં શ્રી સાંઈ બાબા મંદીરનો ૧૬ મો પાટોત્સવ ઉજવાયો.પાટોત્સવમાં સેવાને વરેલા અને લાયન્સ કલબ ઇન્ટરનેશલ સૌરાસ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઈસ ગવર્નર લા.રમેશભાઇ રૂપાલાનું મંદિરના પૂજારી તેમજ જગ્યાના મહંત બાબુભાઈ તેમજ સેવકભાઈઓ દ્વારા સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતુ.સાથેસાથે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા.ત્રિભોવનભાઇ ફૂલતરિયા, સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજાનું સાંઈ બાબાના ૧૬ માં પાટોત્સવ પ્રસંગે હોમાત્મક યજ્ઞમાં મહંત બાબુભાઈની હાજરીમાં ભૂદેવોના હસ્તે તિલક ચંદન કરાવીને તેઓ અને તેમના સેવકો દ્વારા ફુલહાર અને સાલ
ઓઢાડીને અદકેરૂ સનમાન કરવામાં આવ્યું હતુ.સેવિકાબહેનો દ્વારા રશ્મિકાબેન રૂપાલાનું પણ સન્માન કરાયુ હતુ.સન્માનના ભાવમાં સાંઈમંદિરમાં ચાલતા અન્નક્ષેત્રમાં રમેશભાઇ રૂપાલા તરફથી રૂ.૫૧૦૦ નું તથા ચિત્રા હનુમાનજીધૂન મંડળ તરફથી રૂ.૫૧૦૦ નું અને કેશુભાઈના સુપુત્ર ચંદ્રેશ દેત્રોજાના જન્મદિવસ નિમિતે રૂ.૧૧૦૦ નું અનુદાન આપવામાં આવ્યુ હતુ.જગ્યાનાં મહંત પૂજારી દ્વાર સૌને આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા.
