મોરબીના રંગપર પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત
મોરબીના ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાઇ ગયો પછી ચોરીનો ગુનો નોંધાયો
SHARE









મોરબીના ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાઇ ગયો પછી ચોરીનો ગુનો નોંધાયો
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ હોસ્પિટલ પાસે પાર્ક કરવામાં આવેલ બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે.જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે.જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ માધવ હોસ્પિટલ સામેના ભાગમાં વાંકાનેર તાલુકાના પાજ ગામે રહેતા તોસીફખાન અનવરખાન પઠાણ (ઉમર ૨૭) એ પોતાનું બાઇક નંબર જીજે ૧૩ એઇ ૨૦૨૮ તા. ૨૭-૫ ના રોજ સવારે ૧૦:૧૫ વાગ્યે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકને કોઇ અજાણ્યો શખ્શ ચોરી કરીને લઈ ગયો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા બાઇક ચોરીની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે બાઈક ચોરીની ફરીયાદ નોંધાયેલ છે તે ચોરાઉ બાઈક સાથે આરોપી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવેલ છે અને આરોપી પકડાઈ ગયા બાદ બાઇક ચોરીની ફરીયાદ લેવામાં આવી છે..!?
વાહન અકસ્માતમાં ઈજા
જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલા હમાપર ગામ ના સંજયભાઈ સોલંકી પોતાની સાત વર્ષની દિકરી રવીનાને બાઈકમાં પાછળના ભાગે બેસાડીને જતા હતા અને તેઓ જ્યારે મોરબીના મચ્છુ ડેમ પાસેના જોધપર નદી નજીક નીકળ્યા ત્યારે રસ્તામાં સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને રવિ ના નામની સાત વર્ષિય બાળકીને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
પરણિતા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા શીલાબા યુવરાજસિંહ જાડેજા નામની ૨૭ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી જતાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે એચ.એમ. ચાવડા દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
