મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિહિપ- બજરંગ દળમાં વિવિધ હોદેદારોની નિમણૂક કરાઇ


SHARE

















મોરબી જીલ્લામાં વિહિપ- બજરંગ દળમાં વિવિધ હોદેદારોની નિમણૂક કરાઇ

વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મોરબી જિલ્લાની બેઠક યોજાઈ હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ રમેશભાઈ પંડ્યા, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, વિહિપ મોરબી જિલ્લા સંત સંયોજક નિરંજન દાસ મહારાજ, વિહિપ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, વિહિપ જિલ્લા મંત્રી કમલભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લા, મોરબી નગર, મોરબી ગ્રામ્ય, વાંકાનેરના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી

મોરબી જિલ્લામાં અધિવક્તા પરિષદ (વિધિનિધિ) એડવોકેટ મહિધરભાઈ એચ. દવે, મહિલા વિભાગ સંયોજિકા જયશ્રીબેન વાઘેલા, બજરંગ દળ સહ સંયોજક મિલનભાઈ મેરજા, ગૌ રક્ષક પ્રમુખ જીગ્નેશભાઈ વિસાવડિયા અને ગૌ રક્ષક ઉપપ્રમુખ પ્રભાતસિંહ શુરસીહ સોલંકીની હોદેદાર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે અને મોરબી ગ્રામ્યના વિહિપના ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મારવણીયા અને વિહિપ ગ્રામ્ય મંત્રી તરીકે મનોજભાઈ કાવરની વરણી કરવામાં આવેલ છે અને વાંકાનેર વિહિપના પ્રમુખ પદે ઘનશ્યામભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ મયુરભાઈ જાદવ, ઉપપ્રમુખ અનિલભાઈ કુણપરા, બજરંગ દળ સંયોજક દીપકભાઈ રાજગોર અને બજરંગ દળ સહસંયોજક મેહુલભાઈ પનારા અને મોરબી નગર વિહિપના શહેર ઉપપ્રમુખ રાઘુભાઈ રવાભાઈ ડાંગર, મોરબી શહેર કોલેજીયન ઉપપ્રમુખ લાખાભાઈ મગનભાઈ ડાંગર, પ્રચાર-પ્રસાર પ્રમુખ દીપેશભાઈ ભાનુશાલી, બજરંગદળ બલોપાસના પ્રમુખ નિલેશભાઈ ડાભી અને અધિવક્તા પરિષદ (વિધિનિધિ) એડવોકેટ પ્રતીકભાઈ ગોગરાની વરણી કરવામાં આવી છે તેવું વિહિપના મોરબી જિલ્લાના પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી અને જિલ્લા મંત્રી કમલભાઈ દવેએ જણાવ્યુ છે




Latest News