હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત


SHARE

















મોરબીના રંગપર પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સિરામિક કારખાનાની અંદર રહેતો અને મજૂરી કામ કરતો યુવાન પોતાના કવાર્ટરમાં હતો ત્યારે તેણે કોઈ કારણોસર પોતાના કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ ઇટાકોન ગ્રેનાઈટ સિરામિકના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂલચંદભાઇ બિન્દાભાઇ બન્સકાર પોતાના કવાર્ટરમાં હતો ત્યારે ગઈકાલે બપોરના સાડા અગિયાર વાગ્યા પહેલા કોઈપણ કારણોસર પોતાના લેબર કવાર્ટરમાં તેણે ગળાફાંસો ખાઇ લીધો હોય જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એફ.આઈ. સુમરા ચલાવી રહ્યા છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ વરમોરા કારખાના નજીકથી પસાર થઈ રહેલા એક્સટ્રીમ બાઇકના ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી જુદા જુદા બચકામાં કુલ મળીને ૮૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો દારૃ અને ૮૦ હજાર રૂપિયાની કિંમતનો બાઇક આમ કુલ મળીને ૮૧૬૦૦ ના મુદ્દામાલ સાથે રોહિતભાઈ દાનાભાઈ કાંજીયા જાતે કોળી (ઉંમર ૨૦) રહે, વીડી જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે




Latest News