મોરબીમાં યોજાયેલ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વિદ્યાર્થીઓ માટે પથદર્શક બની રહેશે: બ્રિજેશભાઇ મેરજા
હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડુબી જવાથી તરૂણનું મોત
SHARE









હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડુબી જવાથી તરૂણનું મોત
હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી-૨ ડેમમા ૧૪ વર્ષનો તરુણ ડૂબી ગયો હતો જેની તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તરવૈયાઓએ સ્થળ ઉપર પહોચીને પાણીમાં બાળકને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને પાણીમાંથી બાળકની લાશને બહાર કાઢીને પીએમ માટે હળવદ ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી
બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના બ્રાહ્મણી-૨ ડેમના કાંઠે જામનગર ખાતે રહેતો રાજકુમાર અશોકભાઈ પંડ્યા (૧૪) કે જે તેના મામા અને પરિવારજનોની સાથે કુળદેવી માતાજીના મંદિરે છેડાછેડી છોડવા માટે આવી રહ્યો હતો તે સૂર્યનગર નજીક બ્રાહ્મણી-૨ ડેમના કાંઠે હાથ પગ ધોવા ઊભો હતો ત્યારે અકસ્માતે તે પાણીમાં પડી ગયો હતો જેથી કરીને ફાયરની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને ભારે મહેનતના અંતે તરવૈયાની ટીમે બાળકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢયો હતો અને પીએમ માટે મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
