વાંકાનેરમાં ગ્રીન ચોક પાસે સરકારી જમીન ઉપર થયેલ દબાણને દૂર કરવામાં તંત્રની ઢીલીનીતિ કેમ ?
SHARE









વાંકાનેરમાં ગ્રીન ચોક પાસે સરકારી જમીન ઉપર થયેલ દબાણને દૂર કરવામાં તંત્રની ઢીલીનીતિ કેમ ?
વાંકાનેર શહેરના ગ્રીન ચોક પાસે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા ટ્રાન્સપોર્ટ ઓફિસ અને ગોદામોની પાછળના ભાગમાં ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યું છે આ બાબતે સ્થાનિક વેપારીઓએ તા. ૧૯/૪ ના રોજ સરકારી કચેરીઓમાં પાંચ શખસોના નામ જોગ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ આપેલ છે અને અધિક કલેકટરે આ મુદે ૨૧ દિવસમાં પ્રાંત અધિકારી પાસે રિપોર્ટ પણ માંગ્યો છે જો કે, હજુ સુધી આ દબાણને દૂર કરવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી
વાંકાનેરમાં રહેતા હમદબીન અલીભાઈ છબીબી, મલકાણી અલીઅસગર જૈનુદ્દીન અને અબ્દુલકરીમ ઠાસરીયાએ અરજી કરી હતી તેમાં જણાવ્યુ હતું કે, ગ્રીન ચોક ખાતે આવેલ મકાન તથા ગોદામોની પાછળના ભાગે ગેલાભાઈ ડાભી, હીરાભાઈ ભગત, અજય કાળુભાઈ, લાખાભાઈ કાળુભાઈ અને કવાભાઈ ભરવાડ દ્વારા મચ્છુ નદીમાં ગેરકાયદે માટી ભરી અને ગ્રીન ચોક વિસ્તારના પાણીનાં મચ્છુ નદીમાં નિકાલ પર ગેરકાયદે કબ્જો જમાવી દબાણ કરેલ છે અને સરકારી જમીન પર ખોદકામ કરી બાંધકામ કરી રહ્યા છે જેની જાણ સ્થાનિક અધિકારીને કરવામાં આવી છે તો પણ અધિકારી દ્વારા પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટે અરજી કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા ગત તા ૧૧/૫ ના રોજ પ્રાંત અધિકારી વાંકાનેરને લેખિત આદેશ કરીને ૨૧ દિવસમાં રિપોર્ટ મંગાવવામાં આવેલ છે જો કે, હજુ સુધી દબાણને દૂર કરવા માટે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી તે સૌથી મોટો સવાલ છે
