મોરબી જીલ્લામાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડાની હાજરીમાં ગરીબ કલ્યાણ સંમેલન સંપન્ન
SHARE









મોરબી જીલ્લામાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડાની હાજરીમાં ગરીબ કલ્યાણ સંમેલન સંપન્ન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના ૮ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તેની ઉજવણ કરવામાં આવી રહી છે અને આજે મોરબી સહિત ગુજરાતમાં પણ ૩૨ જિલ્લાઓમાં કેન્દ્રીય મત્રી અને સાંસદોની હાજરીમાં ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લામાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા હાજર રહ્યા હતા અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે જે જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેની માહિતી આપી હતી
મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડીમાં ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ-મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા સહિતના આગેવાનો અધિકારો હાજર રહ્યા હતા અને ગરીબ કલ્યાણ સંમેલનમાં મોરબી જિલ્લામાંથી આવેલા લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના ૮ વર્ષ પૂર્ણ થયા ત્યાં સુધીમાં સરકારની કઈ કઈ યોજના હેઠળ લોકોને લાભ આપવામાં આવી રહયો છે અને કેવી કેવી લોકો ઉપયોગી યોજનાઓ સરકાર દ્વારા છેલ્લા ૮ વર્ષમાં અમલમાં મૂકવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી ત્યાર બાદ સરકારની વિવિધ લોકોપયોગી યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઇ અમૃતિયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, નાયબ પોલિસ અધિક્ષક એમ.આઈ.પઠાણ, જિલ્લા પૂરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, ગુજરાત સંગઠન મહામંત્રી રત્નાકરજી, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી નગરપાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઇ દલવાડી અને જયુભા જાડેજા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, હંસાબેન પારધી, જિગ્નેશભાઇ કૈલા, મંજૂલાબેન દેત્રોજા સહિત આગેવાનો અને અધિકારી હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં સરકારની વિવિધ યોજનાનો લાભ લેનારા લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
