મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ગેરેજ પાસેથી બીયરના ૧૪૨ ટીન સાથે એક ઝડપાયો


SHARE

















મોરબીના બેલા ગામે ગેરેજ પાસેથી બીયરના ૧૪૨ ટીન સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ નાઈટરાઉન્ડમાં હતો તે દરમિયાન સ્ટાફને મળેલ બાતમી આધારે બેલા ગામે આવેલ ગેરેજ નજીક તપાસ કરવામાં આવતા ત્યાંથી પોલીસને બીયરના ૧૪૨ ટીન મળી આવ્યા હતા.જેથી પોલીસ દ્વારા બીયરના ૧૪૨ ટીન સાથે હાલમાં એક ઈસમની ધરપકડ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતનો સ્ટાફ મોરબીના બેલા ગામ પાસે આવેલ દેવ મોટર્સ ગેરેજ નજીક પેટ્રોલિંગમાં હતો.તે દરમ્યાન મળેલ બાતમીને આધારે દેવ મોટર નજીક સર્ચ કરવામાં આવતા ત્યાંથી બીયરના ૧૪૨ ટીનની સાથે દિવ્યેશ કિશોરભાઇ અંબાણી જાતે પટેલ (ઉમર ૨૮) રહે.હરિઓમ પાર્ક ઘુંટુ રોડ મોરબી-૨ વાળો મળી આવ્યો હતો.જેથી હાલમાં રૂપિયા ૧૪,૨૦૦ ની કિંમતના બીયરના ૧૪૨ ટીન જપ્ત કરીને દિવ્યેશ અંબાણી વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને તે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો..? અને તે કોને કોને વેચાણ કરતો હતો..? એ દિશામાં તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વિશીપરાના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો મહેન્દ્રભાઈ કિશોરભાઈ સારેસા નામના ૧૭ વર્ષીય યુવાન માળીયા હાઇવે ઉપર અમરનગર ગામ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યારે પડધરીનો રહેવાસી ઇરફાનભાઇ હુસેનભાઇ હાલા નામનો ૨૮ વર્ષીય યુવાન મોરબીના નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતાં તેને પણ સારવારમાં સિવિલે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે બંને બનાવો અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર નજીક આવેલ સનસેરા સિરામિક નામના યુનિટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રોહિતકુમાર ઉદનાભાઈ શાહ (૨૦) અને વિરેન્દ્ર ક્રિષ્નાભાઈ શાહ (૨૩) નામના બે પરપ્રાંતીય યુવાનોને ઇજાઓ પહોંચતાં બંનેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.જેથી નોંધ કરી પોલીસે મારામારીના બનાવની આગળની તપાસ હાથ ધરેલ છે.




Latest News