મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં ઉંચાઇએથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
SHARE









મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં ઉંચાઇએથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપરના કારખાનામાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો આદિવાસી યુવાન ઊંચાઈએથી પડી જતા તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ એસ્પોન સીરામીક નામના યુનીટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો રાજેશ દયારામભાઈ આદિવાસી નામનો ૨૫ વર્ષીય યુવાન કારખાનામાં ઊંચાઈએથી નીચે પટકાયો હતો.જેથી કરીને તેને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સિનર્જી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજેશ આદિવાસીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદના રહેવાસી છગનભાઈ જાદવજીભાઈ અઘારા નામના ૬૮ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે હળવદની મોરબી ચોકડી પાસે તેમના બાળકને અજાણ્યા ઇકો કારના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત છગનભાઇને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.મોરબીના રવાપર ગામે રહેતો ક્રિશ ભાવેશભાઈ ખાંભલા નામનો ૧૩ વર્ષીય યુવાન ઘુંટુ ગામે રીક્ષામાંથી પડી જતાં ઇજાઓ થતાં તેને દવાખાને સારવારમાં લઈ જવાયો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના માળિયા હઇવે ઉપર આવેલા મધુપુર (નવું નાગડાવાસ) ગામે રહેતા ઇનાયત યુસુફભાઈ કુરેસી નામના ૩૪ વર્ષીય યુવાનને ગામમાં કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો ત્યાંથી તાલુકા પોલીસને જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા ઉપરોક્ત મારામારીના બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
