મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં ઉંચાઇએથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબીમાં સગીરાનો પીછો કરી છેડતી કરનાર આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં સગીરાનો પીછો કરી છેડતી કરનાર આરોપીની ધરપકડ
મોરબીમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને વારંવાર પજવણી કર્યા બાદ સગીરા જ્યારે એકલી હતી ત્યારે તેના ઘરમાં પ્રવેસીને એક ઈસમ દ્વારા બળજબરીપૂર્વક તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી સગીરાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રહેવાસી પરિવારની સગીર વયની દીકરી જ્યારે ઘરની બહાર નીકળતી હતી ત્યારે અવાર નવાર તેનો પીછો કરીને બીભત્સ ઈસારા કરીને પજવણી કરવામાં આવતી હતી તેમજ સગીરા ઘરે એકલી હતી ત્યારે તેના ઘરમાં ઘૂસીને સગીરા સાથે અડપલાં કરવામાં આવ્યા હતા જેથી સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસીટી, છેડતી, પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી અબ્દુલ મહોમ્મદહનીફ કટિયા જાતે મિયાણા (૨૮) રહે. રણછોડનગર સ્મશાન પાસે વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
આરોપી પકડાયો
મોરબીન પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકિકત મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપી ફતેસિંહ લખમણ સંગાડીયા (૪૫) મૂળ. રહે. ભાંડાખેડા તાલુકો રાણાપુર (એમ.પી.) હાલ. રહે. પાંચવડા ગામની સીમ તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરીને તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે
