હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં દંપતી ઉપર પાઇપ વડે હુમલો


SHARE

















મોરબીના લાતી પ્લોટમાં દંપતી ઉપર પાઇપ વડે હુમલો

મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર ૧૧ માં મિત્ર સાથે ઉભેલા યુવાન અને તેની પત્નીને અવારનવાર બે શખ્સો આડાઅવળા શબ્દો સંભળાતા હતા જેથી યુવાને તેવા શબ્દો કહેવાની ના પાડતાં બંને શખ્સોએ ગાળો આપીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ યુવાન અને તેના પત્નીને લોખંડના પાઇપ વડે પગ અને પડખામાં ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર ક્રિષ્ના પાર્કમાં રહેતા અફઝલ કાસમભાઇ સધવાણી (૨૭) નામના યુવાને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સાહિલ અસગર જંગરી અને રાજા શોક્ત ખોડ રહે. બંને લાતી પ્લોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આ બંને આરોપીઓ છેલ્લા થોડા દિવસોથી તેને આડાઅવળા શબ્દો સંભળાતા હતા અને દરમિયાન તે લાતી પ્લોટ શેરી નંબર ૧૧ માં સહેદ ઈમરાન ખોડ સાથે ઉભો હતો ત્યારે તેને આરોપીઓને આડાઅવળા શબ્દો સંભળાવવાની ના કહેતા બને આરોપીઓએ યુવાન અને તેના પત્ની ફાતિમાબેન અફઝલભાઇ ઉપર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો અને દંપતીને પગ અને પડખાના ભાગે માર માર્યો હતો જેથી દંપતીને સારવારમાં ખસેડવામાં આવ્યું હતું અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ગામથી આગળના ભાગમાં આવેલ લોટસ એપાર્ટમેન્ટ પાસે રહેતાં સીતાબેન ગોવિંદકુમાર થાપા (૩૧) ત્યાંથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને ઇજા થવાથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારમારીમાં ઇજા

મોરબીના જોન્સનગર વિસ્તાર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થવાથી અકબર અસરફ (૧૫) અમીદાબેન અસરફ જેડા (૪૫) અને હવાબેન યુસુફભાઈ મોવર (૨૭) રહે. બધા જોન્સનગર વાળાને ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News