હળવદના સુસવાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં કાકી-ભત્રીજાનું મોત નિપજાવનારા આરોપીની ધરપકડ
SHARE









હળવદના સુસવાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં કાકી-ભત્રીજાનું મોત નિપજાવનારા આરોપીની ધરપકડ
હળવદના સુસવાવ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને દંપતી અને તેના ભત્રીજાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ કાકી અને ભત્રીજાને હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે બંનેના મોત નિપજ્યાં હતા અને મૃતકના પતિએ અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે
હળવદના વેગડવાવ ગામે રહેતા અનિલભાઈ ચંદુભાઈ સુરેલા તેના પત્ની જયાબેન અનિલભાઈ સુરેલા (૨૭) અને ભત્રીજા હાર્દિક સંજયભાઈ (૭) સાથે સુસવાવ ગામે લગ્ર પ્રસંગમાં ગયા હતા અને ત્યાથી પરત બાઈક લઈ વેગડવાવ જતા હતા ત્યારે સુસવાવ નજીક અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી ત્રણેયને ઈજાઑ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા જો કે, જયાબેન અનિલભાઈ સુરેલા અને તેના ભત્રીજા હાર્દિક સંજયભાઈને વધુ ઇજા થયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નિજપ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક નાસી છુટ્યો હતી જે બનાવમાં અનિલભાઈ ચંદુભાઈ સુરેલાએ હળવદ પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ખાનગી બાતમી, અણિયારી અને સોલડી ટોલનાકાના સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપી સાકીબ મજીદભાઈ ચૌધરી જાતે શેખ (૨૪) રહે. હાલ શાંતિનગર નારોલ કોર્ટ પાછળ અમદાવાદ મૂળ રહે. સાહસપુર (યુપી) વાળાની ધરપકડ કરેલ છે
