ટંકારા તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કાલે એમ.પી. દોશી વિદ્યાલય ખાતે યોજાશે
વાંકાનેર નજીક આવેલા મારુતિના શોરૂમ પાછળથી દારૂની ૧૨ બોટલ સાથે એક પકડાયો
SHARE









વાંકાનેર નજીક આવેલા મારુતિના શોરૂમ પાછળથી દારૂની ૧૨ બોટલ સાથે એક પકડાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મારુતિના શોરૂમ પાછળ ખાનગી બાતમી આધારે ચેક કરવામાં આવતા ત્યાંથી ૧૨ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો હતો જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી
મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલા મારુતિના શોરૂમ પાછળ ખરાબમાં વિદેશી દારુ હોવાની માહિતી મળી હતી જેના આધારે શહેર પોલીસ પી.આઈ એન.એ. વસાવાની સૂચનાથી પોલીસે ત્યાં ચેક કરતાં જુદીજુદી દારૂની ૧૨ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૧૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો અને જુનેદ યાકુબ ભટ્ટી રહે. મારુતિ શોરૂમ પાછળ વાંકાનેર વાળાને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી કરનાર હીરાભાઈ મઠીયા, કૃષ્ણસિંહ ઝાલા, અજીતભાઈ સોલંકી, પ્રતિપાલસિંહ વાળા સહિતએ કરી હતી
