ટંકારામાં ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો
હવે મોરબીના નાની વાવડી ગામે મકાનના તાળા તૂટ્યા : ૧૦ હજારની ચોરી
SHARE









હવે મોરબીના નાની વાવડી ગામે મકાનના તાળા તૂટ્યા : ૧૦ હજારની ચોરી
મોરબી શહેર અને તાલુકામાં તસ્કરો બેફામ બની ગયા છે અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે.ત્યારે હવે નાની વાવડી ગામે બંધ મકાનના તાળા તોડીને તસ્કરો દશેક હજારની રોકડ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાની વવાડી ગામે બજરંગ સોસાયટી પાસેની જયશક્તિ સોસાયટીમાં રહેતા અશોકભાઈ ટુંડિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અશોકભાઈ ટુંડિયા બે દિવસથી નારણકા ગામે પોતાના મામાના ઘરે ગયા હતા.તે દરમિયાન મકાન બંધ હોવાના કારણે ગુરૂવારની રાત્રીના તસ્કરોએ મકાનનું તાળું તોડી ઘરમાંથી નાના બાળકો માટે ગલ્લામાં એકત્રિત કરેલ આશરે ૮ થી ૧૦ હજાર જેવી રોકડ રકમ ચોરી ગયા છે.જે અંગે અશોકભાઈ ટુંડીયાએ તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી.જોકે બે દિવસ જેવો સમય વિતી જવા છતાં પણ ઉપરોક્ત ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી તે હકીકત છે.અત્રે નોંધનીય છે કે હળવદ પંથકમાં છેલ્લા દસેક દિવસથી જુદાજુદા વિસ્તારોમાં આઠ-દસ જેટલી મોટી રકમની ચોરીઓ થઈ છે અને પર્સ આંચકી જવાનો ચીલઝડપનો બનાવ બનેલ છે.જેમા તસ્કરો ુોલીસ પકડથી દુર છે. જિલ્લામાં નાગરિકોમાં અસલામતીની ભાવના જોવા મળી રહી હોય પોલીસ નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
