હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત
SHARE









હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત
હળવદમાં આવેલ શરણેશ્વર તળાવમાં ડૂબી જવાના કારણે આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પી.એમ.માટે હળવદની સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને અકસ્માતનાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં શરણેશ્વર મંદિર નાકા પાસે રહેતા પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે દરજી (ઉંમર ૫૦) શરણેશ્વર તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા ત્યાં આવી હતી અને તળાવમાં પડી ગયેલા પરેશભાઈ રાઠોડના બોડીને તરવૈયાઓએ બહાર કાઢતા તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી રહ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે
