મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર નવાપરામાં જુગાર રમતા સાત જુગારી પકડાયા


SHARE









વાંકાનેર નવાપરામાં જુગાર રમતા સાત જુગારી પકડાયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરના નવાપરામાં જુગાર રમતા હોવાની સચોટ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૫૭૦૦ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નવા પરા વિસ્તારમાં ફિરોજભાઈના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે જેસાભાઈ લક્ષ્મણભાઈ જોગરાણી, નરેન્દ્રભાઈ ગોકળભાઈ આંબલીયા, પાર્થભાઈ મુકુંદભાઈ રાવલ, આદમભાઈ ઉસ્માનભાઈ કટિયા, રણજીતભાઈ ભાવસિંગ ભાઈ જરીયા, કેતનભાઇ છગનભાઇ ગાંગડીયા અને મહેશભાઈ છગનભાઈ ગમારા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧૫૭૦૦કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં શહેર પી.આઇ એન.એ. વસાવા, હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી, દિવ્યરાજસિંહ ઝાલા અને પ્રતિપાલસિંહ વાળાએ કરી હતી 




Latest News