મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
SHARE









મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જીલ્લા ઓબીસી ડિપાર્ટમેન્ટ તેમજ જીલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા જાતિ આધારિત ગણના, ક્રિમિલિયર સર્ટિફિકેટ, ઓબીસી સમાજને અલગ રેજીમેન્ટ અને અલગ મંત્રાલય ઉચ્ચતમ ન્યાયલયોમાં ઓબીસીની સંખ્યા ઓછી છે તો મેરીટના આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવે, ઓબીસી વર્ગની મહિલાઓને અલગથી અનામત મળે, દેશમાં અડધાથી વધુ સંખ્યા ઓબીસીની છે તો 50 ટકા અનામત મળે ઓબીસી વર્ગના લોકોને કોન્ટ્રાક્ટને બદલે સરકારી નોકરી મળે, વિધાર્થીઓને છાત્રવૃત્તિ અને ખાનગીકરણ બંધ થઈ જેવી વિવિધ માંગને લઈ મોરબી જીલ્લા કલેકટર જે.બી.પટેલ ને આવેદન આપવામાં આવ્યું હતું
આ આવેદન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી ચેરમેન કેપ્ટન અજયસિંગ યાદવના સૂચનાથી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવીના સૂચન મુજબ તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીરની અધ્યક્ષતામાં આપવામાં આવ્યું હતું ત્યારે પૂર્વ પ્રધાન અને મોરબી જીલ્લા પ્રભારી ડો. દિનેશભાઇ પરમાર, મોરબી જીલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ, પૂર્વે કાર્યકારી પ્રમુખ ડો. એલ એમ કંઝારીયા, પ્રદેશ મંત્રી રમેશભાઈ રબારી, મોરબી તાલુકા પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મોરબી શહેર પ્રમુખ રાજુભાઇ કાવર, માળિયા શહેર પ્રમુખ ઇકબાલભાઈ જેડા, નાઝીરભાઈ જેડા, રમેશભાઈ આહીર, મહેશભાઈ રાજ્યગુરુ, દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રભુભાઈ, મનસુખભાઇ, ભરતભાઇ કુંભરવાડિયા, ઘનશ્યામભાઈ કોળી, દલસુખભાઈ, લખુભા ગઢવી, જીલુભાઈ પરમાર, નિલેશભાઈ સુરેલીયા, લક્ષમણભાઈ કોળી, આહીર જીલુભાઈ, દીપકભાઈ પરમાર, ચિંતાનભાઈ રાજ્યગુરુ, નારણભાઈ સોનગરા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
